જૂનાગઢ જિલ્લામાં મગફળી પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ અંગે લેવાના પગલાં.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં મગફળી પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ અંગે લેવાના પગલાં લેવા બાબતે વિગતોમાં મોલોમશી જીવાતના ઉપદ્રવનો પ્રાથમિક અંદાજો મેળવવા તેમજ નિયંત્રણ માટે ખેતરમાં પીળા ચીકણા ટ્રેપ (સ્ટીકી ટ્રેપ) લગાવવા.

મોલોમશીને ખાઇ જનારા દાળિયાની વસ્તી જો ખેતરમાં વધુ જણાય તો જંતુનાશક દવા છાંટવાનું મુલત્વી રાખવું. ચૂસિયા જીવાતો તેમજ લીલી તથા પાન ખાનાર ઈયળ નિયંત્રણ માટે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ(૫% અર્ક) અથવા લીંબોળીનું તેલ ૩૦-૪૦ મીલી અથવા લીમદા આધારીત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લી. પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. મોલોમશી, તડતડિયા, થ્રીપ્સ, સફેદ માખી જેવી ચૂસિયા જીવાતોનારાસાયણિક નિયંત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઈ.સી. ૧૦ મિ.લિ. અથવા ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસ.એલ. ૩ મિ.લિ. અથવા થાયામિથોક્ઝામ ૨૫ ડબલ્યુ.એસ. ૩ ગ્રામ અથવા એસીટામીપ્રિડ ૨૦ એસ.પી. ૨ થી ૩ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ હોય ત્યારે જરૂર જણાય તો ૧૦ થી ૧૨ દિવસ બાદ બીજો છંટકાવ કરવો. થ્રીપ્સ અને સફેદમાખીનોવધુ ઉપદ્રવ જણાય તો પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રીન ૪ ટકા ૧૦ મિ.લિ. અથવા ડાયફેંથીયુરોન ૫૦ વે.પા. ૧૦ ગ્રામ અથવા સ્પીનોસાડ ૪૫ એસ.પી. ૩ મિ.લિ. અથવા થાયમીથોક્ઝામ + લેમ્ડા સાયહેલોથ્રિન ૨૨ ઝેડ.સી. ૨૫ મિ.લિ. અથવા ડિનોટેફ્યુરાન ૨૦ એસજી ૩ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૦ થી ૧૨ દિવસ બાદ બીજો છંટકાવ કરવો. પાન કથીરીના નિયંત્રણ માટે પ્રોપરગાઇટ ૫૭ ઈસી ૧૦ મિ.લિ. અથવા ફેનાઝાક્વીન ૧૦ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. લીલી ઇયળ (હેલિઓથીસ) તથા પાન ખાનાર ઈયળ (સ્પોડોપ્ટેરા) નિયંત્રણ માટે હેકટર દીઠ ૫-૬ ફેરોમોન ટ્રે૫ ગોઠવી તેમા ૫કડાતા નર ફુદાંનો નાશ કરવો જેથી ફુદાં દ્વારા મૂકાતા ઈંડાંમાંથી ઈયળો ઓછી પેદા થાય. લીલી તથા પાન ખાનાર ઈયળના જૈવિક નિયંત્રણ માટે બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧૦ ગ્રામ અથવા આ જીવાતનું ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

ઇયળોનો ઉપદ્રવ વધુ જણાય ત્યારે કલોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા ક્વીનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૪.૫ એસ.એલ. ૧૦ મિ.લી. અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૪૮ એસ.સી. ૩ મિ.લી અથવા સ્પીનોસાડ ૪૫ એસ.એલ. ૩ મિ.લી. અથવાનોવાલ્યુરોન ૧૦ ઇ.સી. ૨૦ મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ૨૦ એસ.સી 3 મિ.લી.અથવાથાયમીથોક્ઝામ + લેમ્ડા સાયહેલોથ્રિન૨૨ ઝેડ.સી. ૨.૫ મિ.લી. અથવા નોવાલ્યુરોન + ઇન્ડોક્ઝાકાર્બ ૯.૭૫ એસ.સી ૧૮ મિ.લી.અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ+ લેમ્ડા સાયહેલોથ્રિન૧૫ ઝેડ.સી. ૪ મિ.લી. અથવા નોવાલ્યુરોન + એમામેક્ટીન બેન્ઝોએટ ૬.૧૫ એસ.સી ૧૫મિ.લી.૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.જરૂર જણાયતો ૧૦ થી ૧ર દિવસ ૫છી કોઈ૫ણ એક દવાનો બીજો છંટકાવ કરવો.

વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે, તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)