જૂનાગઢ જિલ્લાના ૧૨૦ ક્રિટીકલ/સ્ટ્રેટઝીકલ ઇન્સ્ટોલેશન સ્થળો ખાતે ઉપલી સત્તા તરફથી અન્ય કોઇ ફેરફાર ન થાય ત્યાં સુધી આ સ્થળો તથા તેની આજુબાજુના યાદીમાં જણાવ્યાનુસારના વિસ્તારમાં રિમોટથી ચાલાવાતા ડ્રોન કે રીમોટથી કંટ્રોલ કરાતા એરીયલ મીસાઇલ કે પારાગ્લાઇડ રીમોટ કંટ્રોલ, માઇક્રો લાઇટ એર ક્રાફટ ચલાવવાની મનાઇ ફરમાવવામાં આવી છે.
ત્યારે જૂનાગઢ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.એફ.ચૌધરીને મળેલી સત્તાની રૂએ રેડ ઝોનમાં રીમોટથી ચાલતા એરક્રાફટ સીસ્ટમ કે ડ્રોન ઉડાડી શકાશે નહિ, તથા યલો ઝોનમાં એરક્રાફ્ટ સીસ્ટમ કે ડ્રોન ઉડાડવા માટે ડીઝીસ્કાય એપ ઉપરથી મંજુરી મળી શકશે. તે માટે ડીઝીસ્કાય એપ ઉપર અરજી કરવાની રહેશે અને ગ્રીન ઝોનમાં ડીઝીસ્કાય ઉપરથી મંજુરીની રાહ જોયા સિવાય ગ્રીન ઝોનમાં રીમોટથી ચાલતા એરક્રાફ્ટ સીસ્ટમ કે ડ્રોન ઉડાડી શકાશે .
રેડ તથા યલો ઝોન સિવાયના વિસ્તારો ગ્રીન ઝોન ગણાશે.
આ હુકમ તાત્કાલિક અસરથી ૨૭/૦૬/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)