ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષશ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જૂનાગઢ જિલ્લામાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, તેમજ બાળકોને લગતી વિવિધ યોજનાઓની કામ થયેલ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠક પુ્ર્વે સિવિલ હોસ્પિટલ, જેલ, પ્રાથમિક શાળાઓ, સખી વન સ્ટોપ સેન્ટર, શિશુ મંગલ વિશિષ્ટ દતક સંસ્થા સહિતની મુલાકાત અધ્યક્ષશ્રી એ લીધી હતી.
અધ્યક્ષશ્રી એ પ્રાથમિક શાળા પી.એમ ગિરનાર દરવાજા મધ્યાન ભોજન કેન્દ્ર પાંચ, ભવનાથ પોલીસ સ્ટેશન, આંગણવાડી કેન્દ્ર – ૩ દોલતપરા સ્વામિનારાયણ સોસાયટી જૂનાગઢ, આંગણવાડી કેન્દ્ર ૪ અર્બન હેલ્થ સેન્ટર જૂનાગઢ, અર્બન હેલ્થ સેન્ટર દોલતપરા, ગ્રામ ઉદ્યોગ પ્રાથમિક શાળા મધ્યાન ભોજન સેન્ટર ૬, સિવિલ હોસ્પિટલ, જેલ, સખીવન સ્ટોપ સેન્ટર, શ્રી આદર્શ નિવાસી શાળા (વિ.જા) છાત્રાલય, જોષીપરા, સાંપ્રત સંસ્થા વિજાપુર, આદર્શ નિવાસી શાળા (કન્યા) જૂનાગઢ બિલખા રોડ, શિશુ મંગલ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ એન્ડ ગર્લ્સ, શિશુમંગલ વિશિષ્ટ દતક સંસ્થા, જૂનાગઢ ની મુલાકાત પણ લીધી હતી.
મુલાકાત બાદ કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યુ હતું કે, આજનું બાળક દેશનું ભવિષ્ય છે ત્યારે દરેક બાળકને સુરક્ષા, સ્વાસ્થ્ય અને શિક્ષણમાં અવ્વલ થાય તે દિશામાં કામગીરી આપણે ટીમવર્ક થી કરવી જરૂરી છે. અધ્યક્ષ શ્રી એ વિવિધ વિભાગના અધિકારીઓને બાળકોના હિત અને અધિકારો ન છીનવાય તે દિશામાં વધુને વધુ શ્રેષ્ઠ કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.સાથે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રની ટીમવર્ક થી થતી કામગીરીને પણ બીરદાવી હતી.
આ બેઠકમાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થયને લગતી કામગીરી, રસીકરણની કામગીરી, આઈસીડીએસ કાર્યક્રમની સમીક્ષા, પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ યોજના, આઇસીડીએસ શાખા મહાનગરપાલિકા, બાળકોને લગતા નોંધાયેલા ગુન્હાઓની માહિતી, જિલ્લામાં આવેલ ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન ની વિગત, વિદ્યાદીપ યોજના, વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના , આરટીઆઇ હેઠળ ધોરણ એક માં પ્રવેશ, સ્કૂલ ઓફ એક્સલન્સ, નીપુણ ભારત, પીએમ શ્રી શાળાઓ, જિલ્લાની પ્રાથમિક શાળાઓની ભૌતિક સુવિધાઓ, દિવ્યાંગ બાળકોનું સંકલિત શિક્ષણ, દિવ્યાંગ બાળકોને સરકાર દ્વારા મળતા વિવિધ સહાય , મુખ્યમંત્રી પૌષ્ટિકલ્પહાર યોજના, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ અધિકારીની કચેરી દ્વારા કાર્યરત યોજનાઓની સમીક્ષા, જિલ્લા બાળ સુરક્ષા એકમ, તેમજ બાળ લગ્ન અટકાવવા થયેલ કામગીરી સહિતની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.એફ.ચૈાધરી, સીડીએચઓ ડૅ.અલ્પેશ સાલ્વી, મહિલા અને બાળ અધિકારીશ્રી સોજીત્રા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી મહિડા, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી સહિતના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)