જૂનાગઢ:
જૂનાગઢ જિલ્લામાં તા. ૨૬ થી ૨૮ જૂન ૨૦૨૫ દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના નિર્દેશ મુજબ આ મહોત્સવમાં “આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” ની થીમને આધારે જિલ્લાભરમાં મોટી ઉત્સાહભરી ઉજવણી થશે.
📌 મુખ્ય વિગતો:
બાળવાટિકા: ૮૦૬૯ બાળકોનો પ્રવેશ
ધોરણ ૧: ૯૦૭૨ ભૂલકાઓનો પ્રવેશ
ધોરણ ૯: ૯૮૬૭ કુમાર કન્યાઓનો પ્રવેશ
ધોરણ ૧૧: ૧૨૭૩૮ વિદ્યાર્થીઓનો પ્રવેશ
કુલ લાભાર્થી બાળકો: અંદાજે ૩૯,૦૦૦
🚩 શાળા પ્રવેશોત્સવ માટે:
જિલ્લાભરમાં કુલ ૭૧ રૂટ નકકી કરવામાં આવ્યા છે.
શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિવિધ શાળાઓમાં પદાધિકારીઓ, ધારાસભ્ય, સચિવશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ હાજરી આપશે.
ખાસ કરીને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા વધુ ધ્યાન આપવામાં આવશે.
✅ કાર્યક્રમનો ઉદ્દેશ:
એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે મુખ્ય ધ્યેય સાથે સમગ્ર જિલ્લા માટે વ્યાપક આયોજન.
સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવા માટે આ શાળા પ્રવેશોત્સવને “સમાજોત્સવ”ના સ્વરૂપમાં ઉજવવાનો પ્રયાસ.
📝 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ