જૂનાગઢ જિલ્લામાં “સંગઠન સૃજન અભિયાન” હેઠળ નિષ્પક્ષ રીતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નિમણૂક પ્રક્રિયા સંપન્ન

જુનાગઢ :
“સંગઠન સૃજન અભિયાન” અંતર્ગત જૂનાગઢ જીલ્લામાં અખિલ ભારતીય કોંગ્રેસ દ્વારા પંચ પરમેશ્વર પદ્ધતિથી નિષ્પક્ષતા પૂર્વક જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નિમણૂક પ્રક્રિયા હાથ ધરાઈ.

આ કાર્ય માટે રાજસ્થાનના પૂર્વ ધારાસભ્ય શ્રી ધીરજ ગજ્જર સાહેબના માર્ગદર્શન હેઠળ, અને ઓબ્ઝર્વર તરીકે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ (ઉના), ઈન્દ્રાનિલભાઈ રાજ્યગુરુ (રાજકોટ), ભરતભાઈ મકવાણા (આણંદ), અને પ્રવીણભાઈ રાઠોડ (ભાવનગર)એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

પ્રદેશ ઉપપ્રમુખ શ્રી હીરાભાઈ જોટવા, જીલ્લા પંચાયતના વિરોધપક્ષ નેતા તથા પૂર્વ ધારાસભ્ય હમીરભાઈ ધૂળા, તેમજ ભૂતપૂર્વ ધારાસભ્યો ભીખાભાઈ જોશી, બાબુભાઈ વાજા, પરબતભાઈ ચાવડા સહિત જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકા/શહેર પ્રમુખો, પ્રદેશ ડેલીગેટો અને સામાજિક આગેવાનો પણ કોંગ્રેસની વિચારધારા સાથે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

જૂનાગઢ જીલ્લાના દરેક તાલુકા અને શહેર કોંગ્રેસ પ્રમુખોએ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરી, સંસ્થાગત કાર્યને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

અહેવાલ: આસીફ કાદરી, વિસાવદર