જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં તાપમાન સતત વધી રહ્યું છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા નાગરિકોને હીટવેવથી બચવા માટે માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે.
🌡️ હીટવેવથી તાપમાનમાં ઉછાળો:
જિલ્લા આરોગ્ય તંત્રે જણવ્યું કે હિટવેવના કારણે સનસ્ટ્રોક અને લૂ લાગવાની શક્યતા વધી રહી છે. ભારે ગરમીમાં શરીરનું તાપમાન વધી જાય છે અને પાણીની ઉણપ સર્જાય છે, જે આરોગ્ય પર ગંભીર અસર કરે છે.
🛑 સનસ્ટ્રોક/લૂના લક્ષણો:
➡️ માથાનો દુઃખાવો, ઉલટી ઉબકા
➡️ અત્યંત તરસ અને પરસેવો
➡️ ચક્કર આવવા અને બેભાન થવું
➡️ હૃદયના ધબકારા વધી જવું
➡️ ગરમ અને લાલ ચામડી
🚑 તાત્કાલિક પગલાં:
✅ બિનજરૂરી તડકામાં જવાનું ટાળવું
✅ લીંબુ શરબત, શેરડીનો રસ અને ORS લેવું
✅ આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા
✅ ગોગલ્સ અને ટોપીનો ઉપયોગ કરવો
✅ સનસ્ક્રીનનો ઉપયોગ કરવો
✅ નાના બાળકો, સગર્ભા માતાઓ અને વૃદ્ધોને તડકામાં ન જવા સુચના
🏥 આરોગ્ય તંત્રની અપીલ:
જિલ્લા આરોગ્ય તંત્રે નાગરિકોને હીટવેવથી બચવા માટે આ માર્ગદર્શિકા પાલન કરવાની અપીલ કરી છે. જો સનસ્ટ્રોકના કોઈપણ લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનામાં સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.
💡 સુરક્ષા માટે ખાસ સૂચનાઓ:
➡️ ગરમીના સમયે ખુલ્લા પગે ન ફરવું
➡️ લાંબા સમય સુધી ભૂખ્યા ન રહેવું
➡️ ઠંડા પાણી અને તાજા ફળોનું સેવન કરવું
હવે હીટવેવથી બચવા માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક બની ગયું છે. લોકો માટે આરોગ્ય અને સલામતી માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ