જૂનાગઢ તથા શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર,જૂનાગઢ ના સંયુક્ત ઉપક્રમે નેશનલ સાયન્સ સેમીનાર 2024 નું આયોજન કરવામાં આવ્યુ.

જૂનાગઢ

ગુજરાત સરકાર ના ગુજકોસ્ટ , જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, પ્રાથમીક જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી, જૂનાગઢ તથા શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર,જૂનાગઢ ના સંયુક્ત ઉપક્રમે નેશનલ સાયન્સ સેમીનાર 2024 નું આયોજન કરવામાં આવેલ છે. જેની થીમ “કૃત્રિમ બુદ્ધિમતા: સંભાવનાઓ અને ચિંતાઓ (Artificial intelligence: potential & concerns) રાખવામાં આવેલ છે,

આ પ્રોજેક્ટ અંતર્ગત શાળાદીઠ એક વિદ્યાર્થી તથા એક શિક્ષક ભાગ લઈ શકે છે જે શાળાઓએ ભાગ લેવો હોય તે શાળા ના લેટર પેડ પર વિદ્યાર્થી ની એન્ટ્રી મોકલી શકે છે, તા.03/09/24 ને મંગળવાર ના રોજ સવારે 9 કલાકે જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાશે, રજીસ્ટ્રેશન શાળાઓએ નોંધ લેવી, કાર્યક્ર્મનું સ્થળ લોક વિજ્ઞાન કેન્દ્ર ,વંથલી રોડ પ્રેમાનંદ વિદ્યા મંદિર સંકુલ, જૂનાગઢ તેમ લોક વિજ્ઞાન કેન્દ્ર ના કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા એ એક યાદી માં જણાવેલ છે .વધુ માહીતી માટે મો.નં. 9429433449 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)