જૂનાગઢ
મનરેગા યોજના અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ કામની અપૂર્ણ માંગને સચોટ નોંધણી કરવા અને મનરેગા યોજનામાં શ્રમિક કામદારોના અધિકારોને અસરકારક રીતે પહોંચાડવા અને ફરિયાદોનું નિવારણ કરવા રોજગાર દિવસની ઉજવણી જૂનાગઢ તાલુકાના ઈવનગર ગામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઈવનગર ગામના ગ્રામજનોને મનરેગા યોજના અંતર્ગત તેમને મળતા અધિકારોની જાણકારી આપવામાં આવી હતી. તેમજ વધુમાં વધુ ગ્રામજનો મનરેગા યોજના અંતર્ગત લાભ મેળવે તેવી ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી. ઉપરાંત મનરેગા યોજના અંતર્ગત લાભ મેળવવા કરવાની થતી કામગીરી અંગે ગ્રામજનો સાથે ગ્રામ પંચાયતના કર્મચારીઓ તેમજ પદાધિકારીઓને પણ માહિતી આપવામાં આવી હતી. આ ઉજવણીમાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પી.એ. જાડેજા તેમજ તાલુકા પંચાયતના કર્મચારીઓ, ગ્રામ પંચાયતના પદાધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)