જૂનાગઢ તાલુકાના ગામોમાં મનરેગા યોજના અંતર્ગત “ એક પેડ માં કે નામ” કાર્યક્રમનું આયોજન.

જૂનાગઢ

માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસથી “એક પેડ માં કે નામ” અભિયાન ની શરૂઆત કરવામાં આવેલ છે જેના અંતર્ગત જૂનાગઢ તાલુકાના ૧૫ ગામોમાં “એક પેડ માં કે નામ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. “એક પેડ માં કે નામ” કાર્યક્રમમાં મનરેગા યોજના અંતર્ગત ફરજ બજાવતા ગ્રામ્ય કક્ષાના કર્મચારીઓ દ્વારા જુદા જુદા ગામે જઈ ગ્રામજનોને તથા શાળાના બાળકોને પર્યાવરણનું મહત્વ સમજાવી એક વૃક્ષ તેમની માતા સાથે અથવા તેમની માતાને નામે વાવેતર કરી તેમજ તેની કાળજી રાખી ઉછેર કરવા અપીલ કરી હતી. તેમજ ગ્રામજનો અને બાળકોને સાથે રાખી વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવી હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)