જૂનાગઢ ધારાસભ્યશ્રી સંજયભાઇ કોરડીયાના કાર્યાલય ખાતેથી એક અખબારી યાદીમાં જણાવાયુ

જૂનાગઢના ધારાસભ્ય તરીકે જવાબદારી સંભાળ્યા બાદ જુજ જ દિવસોમાં જૂનાગઢ ના ધારાસભ્યશ્રી સંજયભાઇ કોરડીયાએ ઝફરમેદાન ખાતે ચાલી રહેલ કામગીરીની જાત મુલાકાત લીધેલ હતી અને આ જાત મુલાકાત દરમ્યાન આઉટડોર રમતો માટે ખાસ સુવિધાઓ સભર રમતગમત સંકુલ વિકસાવવું અતિજરૂરી હોઇ તે બાબતે રાજય સરકારના માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબ અને રાજયના રમતગમત અને યુવાસાંસ્કૃતિક મંત્રીશ્રી હર્ષભાઇ સંધવીને લેખીત જાણ કરેલ.રાજયની સંવેદનશિલ સરકાર ધ્વારા આ બાબતને ખાસ સુલક્ષમાં લઇ જૂનાગઢ તથા આસપાસના વિસ્તારના રમતપ્રેમીઓ અને રમતવીરોના કૌશલ્ય અને રમતપ્રેમને જિવંત રાખવાના ઉદ્દેશ્યથી આજરોજ રાજય સરકારશ્રીના રમતગમત તથા યુવા સાંસ્કૃતિક વિભાગ ધ્વારા સરકારશ્રી ધ્વારા ફાળવાયેલ આશરે ૧૫ એકર ૩૯ ગુઠાની ઝફરમેદાનની જમીનમા મલ્ટીપર્પઝ ઇન્ડોરહોલમાં ટેબલટેનિસ,જીમ્નેશિયમ, ૧૦મી.શુટીંગન્જ, હાફ બેડમીન્ટન કોર્ટ, બેડમીન્ટનકોર્ટ, યોગા, ટેકવેન્ડો, ટેનિસગ્રાઉન્ડ, અને કબડ્ડી જેવી આઉટડોર રમતની સુવિધાઓનો રમત સંકુલ વિકસાવવા અને આ ઉપરોકત તમામ રમતોનો સમાવેશ થાય તેવી રીતે અલગ અલગ કોર્ટ જેવા કે વાતાનુકુલિત મલ્ટીપર્પઝ હોલ, વોલીબોલકોર્ટ(૨) કબડી કોર્ટ (૨), ખોખોકોર્ટ, ટેનિસકોર્ટ, સાઇડ ડેવલોપમેન્ટ, એમઇપીપાર્ક સહીતની અલગ અલગ ૯ પ્રકારની કામગીરીઓ હાથ ધરવા માટે આશરે રૂા.૧૯. ૧૫ કરોડનો અંદાજ આંકવામાં આવેલ છે. અને આગામી ૧૨ માસમાં આ કામગીરી પુર્ણ કરવાના આયોજન સાથે ખેલાડીઓ રમતગમત ક્ષેત્રે વધુ પાવરધા બને અને રમતવીરો કૌશલ્યપુર્ણ બને તે અર્થે ઇન્ડોરની સાથે સાથે આઉટડોર રમતગમતનુ સંકુલ પણ આગામી દિવસોમાં નિર્માણ પામશે અને જૂનાગઢની રમતપ્રેમી જનતાને નવલું નજરાણું પ્રાપ્ત થશે આ બાબતે ધારાસભ્યશ્રીએ કરેલ રજુઆતને સફળતા મળતા ધારાસભ્યશ્રી સંજયભાઇ કોરડીયાએ રાજયના મુખ્યમંત્રીશ્રી તથા રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગના મંત્રીશ્રી હર્ષભાઇ સંધવીનો આ તકે ખાસ આભાર માની જૂનાગઢ શહેરના રમતપ્રેમીઓ માટે થયેલ નિર્ણયને આવકારેલ છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)