જૂનાગઢ ના ડુગરપૂર ગામ ના વિદ્યાર્થી એ પીએચ.ડી. ની ડીગ્રી પ્રાપ્ત કરી.

જૂનાગઢ
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે શ્રી વિનોદ ખીમજીભાઈ પારઘી, ડુંગરપુર ગામના રહેવાસી એ 7 જૂન 2024ના રોજ પીએચ.ડી. ની ડિગ્રી મેળવી ડોક્ટરેટ પદવી હાંસલ કરી છે

“જૂનાગઢ જિલ્લાના સંદર્ભમાં પસંદગીની ભારતીય ચુકવણી પ્રણાલીઓમાં ગ્રાહકોની ધારણા પર તકનીકી નવીનતાની અસર પરનો અભ્યાસ” એ વિષય પર પીએચ.ડી. ની પદવી મેળવી છે.

આ સંશોધન કાર્યમાં મુખ્યત્વે NEFT, RTGS, IMPS, ATM Card, POS, અને UPI જેવી બધી પેમેન્ટ સિસ્ટમને આવરી લેવામાં આવેલ છે.
આ સમારંભમાં મુખ્ય નિષ્ણાત તરીકે પ્રો. ડૉ. જયેશ પંડ્યા (પ્રોફેસર, મહારાજા સયાજીરાવ યુનવર્સિટી, વડોદરા), માર્ગદર્શક, ડૉ. દિનેશ ચાવડા, આસિ. પ્રો. તથા કોમર્સ વિભાગના વડા પ્રો. ડૉ. ભાવસિંહ ડોડિયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)