જૂનાગઢ તાજેતરમાં ભુતનાથ મહાદેવ મંદિર, જૂનાગઢ ના મહંતશ્રી મહેશગીરી બાપુ દ્વારા ગૌશાળા ના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું જેના વક્તા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ડૉ. મહાદેવ પ્રસાદ મહેતા દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવેલ જે કથા ની પુર્ણાહુતી તા.૮/૧૨/૨૦૨૪ ના રોજ થયાં પછી ત્યાં મહેશગીરી બાપુ એ ધર્મસભા બોલાવી હતી જે પુર્ણ થયા પછી ઉપસ્થિત સર્વે પત્રકાર મિત્રો નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, આ તકે જૂનાગઢ ના બ્રહ્મ અગ્રણી અને માતુશ્રી મણીબેન લાભશંકર દવે નૂતન અભિગમ ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી/મંત્રીશ્રી, તથા લાભશંકર નરભેરામ દવે સાર્વજનિક ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી/મંત્રીશ્રી, તથા ખેતી ખાતાની સહકારી મંડળીના કારોબારી સમિતીના પૂર્વ સભ્યશ્રી, અને શ્રી નાથળિયા ઉનેવાળ બ્રહ્મસમાજ જૂનાગઢ મેડીકલ રીલીફ ફંડ ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટીશ્રી નરેન્દ્રભાઇ દવે, જૂનાગઢ નું પણ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવતા તેમણે ખુશી ની લાગણી વ્યક્ત કરી હતી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)