જૂનાગઢ *પોલીસ અધીક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના* અધ્યક્ષ સ્થાને Challange Skate Academy દ્વારા આયોજીત *Skating Against Drugs* સ્પર્ધાનું Prime city Town ship, જૂનાગઢ વંથલી હાઇવે ખાતે આયોજન કરવામાં આવેલ.
– *Say No To Drugs* થીમ આધારીત સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
– *પોલીસ અધીક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વાલીઓ અને સ્પર્ધકોને *Drugs ના દૂષણથી દૂર રહેવા અને આ બાબતે સમાજમાં જાગૃતતા લાવવા અપીલ કરવામાં આવેલ.*
– જૂનાગઢ, ભાવનગર, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર વિગેરે જિલ્લામાંથી નાના બાળકોથી મોટી ઉંમરના વિદ્યાર્થી/વિધાર્થીનીઓ એમ કુલ 350 થી વધુ સ્પર્ધકોએ *Skating Against Drugs* સ્પર્ધામાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ.
– *અંતમાં પોલીસ અધીક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા તમામ સ્પર્ધકોને તથા Skating Against Drugs સ્પર્ધાનું આયોજન કરનાર Challange Skate Academyના આયોજકશ્રીને અભિનંદન પાઠવવામાં આવેલ.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)