જૂનાગઢઃ
જૂનાગઢમાં રૂ.૧૬,૫૦૦/- ની કિંમતનો મોબાઇલ ફોન ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધી આપેલ.
જૂનાગઢ ના વતની શ્રી સોયબ જીસબભાઇ ઠેબા મજેવડી ગેટથી ઇકો ગાડીમાં બેસી બહારગામ જતા હતાં તે દરમ્યાન તેમનો રૂ.૧૬,૫૦૦/- ની કિંમતનો VIVO કંપનીનો Y21 મોબાઇલ ફોન રસ્તામાં ક્યાંક પડી ગયેલ આથી આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ને કરતાં જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા તથાજૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. શ્રી એ.એસ. પટણી ના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, હેડ કોન્સ. રામશીભાઇ ડોડીયા, પો.કોન્સ. ચેતનભાઇ સોલંકી, હિનાબેન વેગડા, એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી CCTV ફૂટેજ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરતા સોયબભાઇનો મોબાઇલ ફોન ઇકો ગાડીમાં બેસતા સમયે તેમના ખિસ્સામાંથી પડી ગયેલ હોય તેવું જાણવા મળેલ. ત્યારબાદ તુરંત જ એક અજાણ્યા બાઇક ચાલક દ્વારા તે મોબાઇલ ફોન ઉઠાવી લેવાનું CCTV માં સ્પષ્ટ ધ્યાને આવતા નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે વ્યક્તિનો આગળનો રૂટ ચેક કરતા તે અજાણ્યા વ્યકિતની બાઇકનો રજી. નં. GJ-03-FC-1546 શોધી પોલીસ સ્ટાફ દ્વારા તે બાઇક ચાલકનો સંપર્ક કરી પોલીસની ભાષામાં પૂછપરછ કરતા તે મોબાઇલ ફોન તેમની પાસે હોવાનું જણાવેલ.
જૂનાગઢ નેત્રમ શાખા ને જાણ કરતાજ સેકંડો માં મોબાઈલ પરત અપાવ્યો..
આમ જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા સોયબભાઇનો મોબાઇલ ફોન શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને સોયબભાઇ ઠેબાએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
આમ સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.
અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)