જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. ખાતે ફાઇનાન્સિયલ પ્લાનિંગ ઇન્વેસ્ટમેન્ટ ઓપર્ચ્યુનિટી ઇન ઇન્ડિયા વિષય પર વ્યાખ્યાન યોજાયુ.

જૂનાગઢ

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ ના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ દ્વારા આજે Adept Talk અંતર્ગત ફાઇનાન્સિયલ પ્લાનિંગ ઇન્વેસ્ટમેન્ટ ઓપર્ચ્યુનિટી ઇન ઇન્ડિયા વિષય પર એક વ્યાખ્યાન નું ઓનલાઇન માધ્યમથી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વિષય નિષ્ણાંત તરીકે એશિયન ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂશન મલેશિયાના પ્રો.(ડો.) શરણકુમાર શેટ્ટીએ પોતાના નિષ્ણાંત જ્ઞાનનો લાભ આપેલ. સંદર્ભ વ્યાખ્યાનમાં ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ, સંશોધકો, રિસર્ચ સુપરવાઇઝર, તેમજ વિભાગના અધ્યાપકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો વિષય નિષ્ણાંતશ્રીએ ફાઇનાન્સિયલ પ્લાનિંગ કઈ રીતે કરી શકાય, તેમ જ ઇન્વેસ્ટમેન્ટ માટેના વિવિધ સાધનોમાંથી રોકાણ દ્વારા કઈ રીતે મહત્તમ વળતર ન્યૂનતમ નુકસાન સાથે મેળવી શકાય, તેમ જ રોકાણ કરતા પહેલા કઈ કઈ બાબતોનું આયોજન કરવું જોઈએ જેથી મર્યાદિત બચતને વધુ સારા રોકાણ વિકલ્પો તરફ વાળી મહત્તમ ઉદ્દેશ્યોને સિદ્ધ કરી શકાય, તે અંગેની સચોટ અને સુંદર રજૂઆત કરેલ હતી.

આ તબક્કે ડિપાર્ટમેન્ટના અધ્યક્ષશ્રી પ્રો.(ડો.)ભાવસિંહ ડોડીયાએ વક્તાનો પરિચય આપી પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું. વિભાગના અધ્યાપકો સર્વશ્રી ડો.દિનેશકુમાર ચાવડા, ડો.અનિતાબા ગોહિલ તેમજ ડો.વનીતા વર્મા એ વ્યાખ્યાનના સંપૂર્ણ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી. સમગ્ર વ્યાખ્યાન યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.ચેતન ત્રિવેદીની અધ્યક્ષતામાં કરવામાં આવેલ હતું,વ્યાખ્યાનના અંતે આભાર વિધિ ડો. વિનિત વર્મા દ્વારા કરવામાં આવી હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)