જુનાગઢ:
“જુનાગઢ મહાનગરપાલિકા સંચાલીત સ્વીમીંગ પુલમાં આવારા તત્વો બિનકાયદેસર રીતે પ્રવેશ કરતા ઈસમોને અટકાવતા સ્વીમીંગ પુલના સભ્યશ્રીઓની તથા કર્મચારીશ્રીઓની સલામતી ન જોખમાય તેવા હેતુથી જુનાગઢ મહાનગરપાલિકા દવારા પોલીસ વિભાગના એ-ડિવીઝનમાં આ ઘટના અંગેની આજ તા.૨૭/૦૫/૨૦૨૪ ના રોજ પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવતા પોલીસ વિભાગ દવારા આ અંગે નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરી સ્વીમીંગ પુલમાં બિનકાયદેસર રીતે પ્રવેશ કરતા આ ઈસમો પૈકી કુલ-૬ ઇસમોની ધરપકડ આજરોજ કરવામાં આવેલ છે.
ગુનાહિત કર્યો કરતા લોકો પર જૂનાગઢ જિલ્લા પોલીસ ની લાલ આંખ.
પોલીસ વિભાગ દવારા આવી ઘટનાઓનું પુનરાર્વતન ન થાય તે હેતુ થી સતત મોનીટરીંગ કરવામાં આવનાર છે. જુ.મ.ન.પા. અને પોલીસ વિભાગ દવારા લેવામાં આવેલ આકરા પગલાને લીધે બિનઅધિકૃત પ્રવેશ કરનારા ઈસમોમાં ગભરાટ ફેલાયો છે.”
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)