જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા તમામ જગ્યાઓ પર ચેકીંગ..

જૂનાગઢ

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા મોલ, હાઈરાઝ બિલ્ડીંગ, મલ્ટી સ્ટોરેજ બિલ્ડીંગ, હોસ્પીટલો, શાળા, કોલેજ, ટયુશન કલાસીસ, સિનેમા ગૃહ, શોપીંગ કોમ્પલેક્ષ, અન્ય બહુમાળી બિલ્ડીંગો, ધાર્મિક સ્થળોમાં બાંધકામ પરવાનગી,બિલ્ડીંગ વપરાશ પ્રમાણપત્ર,ફાયર એન.ઓ.સી.ની સઘન ચકાસણી

તા.૨૨/૦૬/૨૦૨૪ ના રોજ ફાયર સેફટી બાબતે કુલ -૭ (સાત) હોસ્પિટલ માં ચકાસણી કરવામાં આવી જેમાં (૧) શાશ્વત હોસ્પિટલ અને આઇ.સી.યું. (૨) ન્યુ લાઇફ હોસ્પિટલ (૩)ચોથાણી હોસ્પિટલ એન્ડ આઇ.સી.યુ (૪) કે.જે.મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ (૫)હાટકેશ સાર્વજનિક તબીબી ચિકિત્સા કેન્દ્રમાં ફાયર એન.ઓ.સી. કાર્યરત છે. તેમજ (૧) વૃંદાવન હોસ્પિટલ મેટરનિટી હોમ સોનોગ્રાફી અને ફરટાલિટી (૨) રાણીગા હોસ્પિટલ માં ફાયર સેફટી સુવિધા અથવા કાર્યરત એન.ઓ.સી. અથવા રીન્યુ કરાવેલ ન જોવા મળતા ધારાસરની નોટીસ ઈશ્યુ કરવામાં આવેલ છે. તેમજ શહેરના (૮) આંઠ રહેણાંક વિસ્તારમાં (૧) આસ્થા ડેવલોપર્સ (૨) કોહિનૂર એસોશીએશન પ્રા. લિમિટેડ (૩) બેલા ઈન્ફ્રાસટ્રક્ચર (૪) માધવ કોર્પોરેશન (૫) ગોલ્ડન ડેવલોપર્સ (૬) સ્ટાર ડેવલોપર્સ (૭) બી.એમ. સ્ક્વેર – ૧ (૮) દેવ ડેવલોપર્સ ને ફાયર સેફ્ટી વિશે માહિતગાર કરવામાં આવ્યા તેમ મનપા એ એક યાદીમાં જણાવેલ છે.

અહેવાલ: – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)