‘જૂનાગઢ મહાનગરપાલિકા ધ્વારા શહેરમાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન’

જૂનાગઢ

રાજય સરકાર ધ્વારા હાથ ધરાતી અનેક વિવિધ લોકઉપયોગી યોજનાઓ પ્રવૃતિઓ તથા વહીવટ પરત્વે પ્રજાજનો ના પ્રશ્નો ન્યાયિક ચોકકસ તથા ઝડપી ઉકેલ માટે “સેવા સેતુ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર,જિલ્લા પંચાયત તથા મહાનગરપાલિકા, જુનાગઢના સંયુકત ઉપક્રમે તા.૧૯/૧૦/ર૦૨૪ના રોજ સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક સુધી દોમડીયા વાડી, ભૂતનાથ મંદિર પાસે,જુનાગઢ ખાતે શહેરીજનો માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

રાજય સરકાર ધ્વારા પારદર્શક,સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી રાજય સરકારના વિવિધ વિભાગો તથા મહાનગરપાલિકા તંત્ર ધ્વારા અનેક વિવિધ યોજનાઓ, સહાયો,જાહેર સેવાઓ આધારકાર્ડ નોંધણી, મા અમૃતમકાર્ડ નોંધણી, સખીમંડળ, જનધન યોજના,મામલતદાર કચેરી ધ્વારા રેશનકાર્ડમાં નામ ફેરફાર, આવકના દાખલા, જાતીના દાખલા, ઉજજવલા યોજના,જુદી-જુદી બેંકો ધ્વારા ખાતા ખોલવા, વિજળીકરણ, સ્વરોજગાર યોજના એસ.ટી વિભાગ ધ્વારા માસિક પાસ તથા ઓનલાઈન રીઝર્વેશન તેમજ ફરીયાદને લગતી સેવાઓના સ્ટોલ કાર્યરત કરવામાં આવશે અને વ્યક્તિલક્ષી રજૂઆત પણ ધ્યાને લઈ તેનો સ્થળ ઉપર જ પ્રશ્નનો નિકાલ કરવામાં આવશે તેમજ વિવિધ સહાય મેળવવા ઈચ્છતા લોકોએ પોતાના આધાર પુરાવા સાથે હાજર રહેવાનું રહેશ, આ કાર્યક્રમમાં શહેરીજનો ની રજૂઆત ધ્યાને લેવામાં આવશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)