આજરોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્ટેટ કો ઓર્ડીનેટર શ્રી કૌશલ ભાઈ દવે ની સૂચના મુજબ ઝોન સંયોજક વનરાજભાઈ સુત્રેજા મેહુલભાઈ ડોડીયા તેમજ મહાનગર સંયોજક કેવિનભાઈ અકબરી ની સૂચના મુજબ સ્વામી વિવેકાનંદ રમતોત્સવ કાર્યક્રમ શહેરની નોબલ હાઈસ્કુલ ખાતે યોજાયો હતો ,જેમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રસ્સા ખેંચ તેમજ સંગીત ખુરશીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પ્રથમ, દ્વિતિય, તૃતીય એમ ક્રમાંક આપ્યા હતા
આ કાર્યક્રમમાં શ્રી કે.ડી.પંડ્યા, પ્રિન્સિપાલશ્રી, શિક્ષકગણ તેમજ સ્ટાફગણ વોર્ડ સંયોજક પીયુષ ગઢવી, પરાગભાઇ રાઠોડ, રેનીશભાઈ ભટ્ટી, યોગેશભાઈ જેઠવા યશભાઈ ગરચર, તેમજ ભાજપ યુવા મોરચા કાર્યકર્તાશ્રી કેવલ ગોસ્વામી ધૃમિલભાઈ ઠાકર હાજર રહ્યા હતા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)