જૂનાગઢ મહિલા આઈ.ટી.આઈ ખાતે સખી વન સ્ટોપ સેન્ટર અને 181 અભયમ દ્વારા મહિલા ઓને માહિતગાર કરાઈ

જૂનાગઢ મહિલા આઈ.ટી.આઈ ખાતે સખી વન સ્ટોપ સેન્ટર અને 181 અભયમ દ્વારા મહિલા ઓને માહિતગાર કરાઈ

જૂનાગઢ

સખી વન સ્ટોપ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન, બેટી બચાવો બેટી પઢાવો, વ્હાલી દીકરી સહિતની યોજનાઓથી મહિલાઓને માહિતગાર કરવામાં આવી.

જિલ્લા મહિલા અને બાળ અધિકારી ની કચેરી દ્વારા કામકાજનાં સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અન્વયે જાગૃતિ કાર્યક્રમનું આયોજન જૂનાગઢ મહિલા આઈ.ટી.આઈ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને જાતિગત સમાનતા, સાયબર ક્રાઇમ, મહિલા સબંધી કાયદાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ઉપપ્રમુખ સીમાબેન મકવાણા દ્વારા શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમ અંગેની રૂપરેખા આપવામાં આવી હતી. મહિલા આઈ.ટી.આઈ ના પ્રિન્સીપાલશ્રી શ્વેતાબેન દ્રારા કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું.

પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર મનીષાબેન રત્નોતર દ્રારા સેન્ટરની, સખી વન સ્ટોપ સેન્ટર ના કેન્દ્ર સંચાલક અંકિતાબેન ભાખર દ્વારા વન સ્ટોપ સેન્ટર ની સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના કાર્મચારીઓ ડીસ્ટ્રીક મિશન કોર્ડીનેટર આભાબેન મહેતા એ મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવીકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન, બેટી બચાવો બેટી પઢાવો, વ્હાલી દીકરી, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના, સ્વાલંબન યોજના વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી બી.ડી.ભાડ દ્વારા કાયદાકીય યોજના વિષે માહિત આપી હતી.

જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી સોજીત્રા દ્રારા કામકાજનાં સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩” જોગવાઈઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. અને અંતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કામકાજનાં સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ બાબતે તૈયાર કરવામાં આવેલ “પ્રતિકાર” શોર્ટ ફિલ્મ બતાવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના જેન્ડર સ્પેશિયાલીસ્ટ ખુંટ કૃપા જૂનાગઢ શહેર સેક્રેટરી ચાંદનીબેન રૂપારેલીયા, કિરણબેન સોલંકી, રૂપલબેન મૂળચંદાની તેમજ મહિલા આઈ.ટી.આઈ ના અધ્યાપકો તેમજ વિધાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)