જૂનાગઢ મહિલા શરાફી સહકારી મંડળી લી. દ્વારા બે દિવસનું એક્ઝિબિશન-કમ-સેલનું આયોજન.

જૂનાગઢ મહિલા શરાફી સહકારી મંડળી લી. દ્વારા સ્વરોજગાર કરતી મહિલાઓને પ્રોત્સાહન મળે તે માટે બે દિવસીય એક્ઝિબિશન-કમ-સેલનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન તારીખ ૨૩ ઓગસ્ટ (શનિવાર) અને ૨૪ ઓગસ્ટ (રવિવાર) દરમિયાન સવારે ૯ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી જૂનાગઢના આઝાદ ચોક ખાતે આવેલ રેડ ક્રોસ હોલમાં યોજાશે.

👉 આ પ્રદર્શનનું ખાસ મહત્વ એ છે કે ઘરે બેસીને નાના-મોટા ગૃહઉદ્યોગ ચલાવતી મહિલાઓ પોતાની બનાવટની વસ્તુઓનું સીધું વેચાણ જનતામાં કરી શકશે.
👉 એક્ઝિબિશનમાં મુખ્યત્વે ઘરેલુ હસ્તકલા સામગ્રી, આભૂષણ, ડ્રેસ મટીરિયલ, ખાદ્ય સામગ્રી અને અન્ય ઘરગથ્થુ વસ્તુઓ ઉપલબ્ધ થશે.
👉 આ અવસરે મહિલાઓને પોતાની પ્રતિભા રજૂ કરવાની તક મળશે અને આર્થિક રીતે સ્વાવલંબન તરફ આગળ વધવા માટે મજબૂત પ્લેટફોર્મ મળશે.

સંસ્થાની પ્રમુખ રસીલાબેન સોઢાએ જણાવ્યુ હતું કે – “અમારો હેતુ એ છે કે નાના-નાના ગૃહઉદ્યોગ ચલાવતી બહેનોને વધુ બજાર મળે અને તેમના ઉત્પાદનો જનસામાન્ય સુધી પહોંચે. જૂનાગઢની જનતા આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહી મહિલાઓના આત્મનિર્ભરતાના પ્રયાસોને મજબૂત કરે તેવું અનુરોધ છે.”


📍 સ્થળ: રેડ ક્રોસ હોલ, આઝાદ ચોક, જૂનાગઢ
🗓 તારીખ: ૨૩ અને ૨૪ ઓગસ્ટ
સમય: સવારે ૯ થી રાત્રે ૯


✍️ અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ