જૂનાગઢ મા ડૉ. સુભાષ એકેડમિ નો વાર્ષિકોત્સવ ઉજ્વાયો

અત્રે ડૉ. સુભાષ એકેડમિના વાર્ષિકોત્સવ પ્રસંગે અધ્યક્ષીય ઉદબોધન કરતા વરિષ્ઠ પત્રકાર શ્રી જગદીશ મહેતાએ પોતાની બેબાક અને આગવી શૈલીમાં કહ્યું હતું કે બાળકને કદી હતોત્સાહ ન કરશો કેમકે ઈશ્વરનું કોઈ સર્જન નકામું નથી હોતું એમણે ડો. સુભાષ અકેડમિને સરસ્વતીનો ખોળો કહીને એની શિક્ષણેતર પ્રવૃત્તિને પણ બિરદાવી હતી એમણે ભાર દઈને કહ્યું હતું કે કોઈ કામ નાનું નથી એનું શિક્ષણ પણ બાળકને આપવું પડશે અને પુરુષાર્થ વિના કોઈ કાર્ય સિદ્ધ થતું નથી એમણે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે આવું વૈશ્વિક સંકુલ મળ્યું છે એ જ તમારું અહોભાગ્ય છે જેને કામ કરવું છે એને બેરોજગારી નડતી નથી માટે કૌશલ્ય વર્ધન શિક્ષણ પણ સાથે સાથે આપવા ભલામણ કરી હતી. એમને કહ્યું હતું કે ધડો હંમેશા ગડગડિયા પાણાનો થાય છે એ સમાજની ઠોકરોથી ઘડાય છે અહીં આવતા મા સરસ્વતીનો સાક્ષાતકાર થાય છે એમ કહી પેથલજીભાઈનો સંકલ્પ અને જવાહરભાઈ તથા રાજભાઈની આવડતને બિરદાવી હતી.

કાર્યક્રમનો આરંભ બાપુજીના સ્મરણાંજલિ ગાનથી થયો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરતા શ્રી રાજ ચાવડાએ પત્રકારોના કાર્યોને બિરદાવી સૌને ઉષ્માથી આવકાર્યા હતા અને આજના સમયમાં પત્રકારોને સૌ માટે પ્રેરણારુપ ગણાવ્યા હતા. કાર્યક્રમની દીપ પ્રાગટ્ય વિધિ વરિષ્ઠ પત્રકાર શ્રી અજયભાઈ ઉમટ અને ઉપસ્થિત મહેમાનોએ કરી હતી.આ પ્રસંગે દીપ પ્રાગટ્ય વિધિ બાદ શ્રી અજયભાઈ ઉમટે આ સંસ્થા અને પેથલજીભાઈને બિરદાવતા એમણે છેવાડાના વિસ્તાર અને અંતરિયાળ ગામડાના માટે શિક્ષણની વ્યવસ્થા કરી છે આ માટે અભિનંદન પાઠવ્યા હતા એમણે કહ્યું હતું કે સૌરાષ્ટ્રમાં દીકરીઓના શિક્ષણનું જે કામ થયું છે પેથલજીભાઈના કારણે ડૉ.સુભાષ અકેડમિ એક અગ્રેસર સંસ્થા છે એમણે ઉપસ્થિત સમુદાયને સંબોધન કરતા ટકોર કરી હતી કે નારીને દેવી ન માનો તો કાંઈ નહીં દાસી તો ન જ બનાવતા એણે મલાલાનું ઉદાહરણ આપી દીકરીઓની ક્ષમતા અને સિધ્ધિ સાહસને યાદ કરી સૌને દીકરીઓને મૂકત વાતાવરણ આપવા ભલામણ કરી હતી એમણે હિલેરી ક્લિન્ટન અને મહારાષ્ટ્રીયન લેખિકા સુનિતા જોશીને યાદ કરી શિક્ષિત સ્ત્રીના ગૌરવની વાત સમજાવી હતી એમણે સ્ત્રી શિક્ષણમાં ભારત,બાંગ્લાદેશ,અને વિયેતનામથી પણ પાછળ છે એવી ચિંતા વ્યક્ત કરી હતી. સ્ત્રી શિક્ષણ માટે આહવાન આપ્યું હતું અને આવનારી પેઢીના કલ્યાણ માટે કામ કરતા પેથલજીભાઈના પરિવારને ધન્યવાદ પાઠવ્યા હતા.

આ પ્રસંગે પ્રસંગોચિત વક્તવ્ય આપતા બાહોશ એન્કર ગોપીબેન ઘાંઘરે પેથલજીભાઈનું પુણ્ય સ્મરણ કરતાં વિદ્યાર્થીઓને ગૌરવ જાળવવાની શીખ આપી હતી.જે મા-બાપ સર્વસ્વ આપે છે એની લાગણીને પણ સમજજો એમ કહી કદી ટૂંકા રસ્તા ન અપનાવતા પણ મહેનત કરજો એવો બોધપાઠ આપ્યો હતો.એમણે ટકોર કરી હતી કે મોબાઈલથી જેટલા દૂર રહેશો એટલા સુખી રહેશો અને પુસ્તકો વચ્ચે રહેશો એટલા સમૃદ્ધ રહેશો. આ પ્રસંગે ન્યૂઝ એન્કર પ્રવીણભાઈ આહિરે સંસ્થા સાથેના પોતાના સંસ્મરણો વાગોળતા અહીં આવતા ગૌરવની લાગણી અનુભવાય છે એમ કહી શિક્ષણની સાથે ઘડતર પણ થવું જોઈએ મારું કામ હું જ કરીશ એવી ભાવનાં કેળવવાનો અનુરોધ કર્યો હતો એમણે કહ્યું હતું કે ટેકનોલોજીનો ઉપયોગ કરતા શીખવું પડશે અને તેંડુલકર અને વિરાટ કોહલીના ઉદાહરણ આપી તેમણે શિસ્ત અને નેતૃત્વ વિશે વાત કરી હતી અને સૌને મહેનત કરો અને આગળ વધો એમ કહી શિક્ષણ સંસ્થાના કાર્યને બિરદાવ્યુ હતું.

આ પ્રસંગે શ્રી રજનીભાઈ કાતરીયા,શ્રી અર્જુનભાઈ ડાંગર, શ્રી વિજયભાઈ જોટવા,શ્રી મનીષભાઈ જીલડીયા જેવા જુદાજુદા ક્ષેત્રમાં સફળ આહિર જ્ઞાતિ રત્નોનું સંસ્થાના કર્મઠ શ્રી જવાહરભાઈ ચાવડાએ પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું. પોતાના સન્માનના પ્રત્યુતરમાં અર્જુનભાઈ ડાંગરે (સ્ટેટ એડિટર દિવ્યભાસ્કર સેટેલાઈટ) પેથલજીભાઈ પ્રત્યેનો પોતાનો આદર પ્રગટ કરી પોતાના સન્માનને જીવનનું સૌભાગ્ય માન્યું હતું. એમણે કહ્યું હતું કે શિક્ષણએ સામાજિક વિસંગતતા દૂર કરવાનું માધ્યમ છે અને સુભાષ અકેડમિ એમનું મૂર્તિમંત ઉદાહરણ છે.ખુદ પર ભરોસો રાખવો એ જ સૌથી મોટી સિદ્ધિ છે એમ કહી પોતાના ઋણ સ્વીકારની ભાવના વ્યક્ત કરી હતી.આ પ્રસંગે શ્રી વિજયભાઈ જોટવાએ (પત્રકાર ડી.ડી.ભારતી ન્યુઝ) આ સંસ્થાને ચેતના અને ઊર્જાનું પ્રતીક ગણાવી હતી એણે કહ્યું હતું કે આ સંસ્થાએ હંમેશા વિદ્વાનો અને કલાકારોનું સન્માન કર્યું છે એ માટે હું એમને ધન્યવાદ પાઠવું છું આ પ્રસંગે રજનીભાઈ કાતરીયા સોશિયલ મીડિયા આશ્રમ મહુવાએ કહ્યું હતું કે વ્યક્તિનું નહીં કાર્યનું સન્માન કરીએ મોબાઇલને એમણે બ્રહ્માસ્ત્ર સાથે સરખાવી એને સમાજ પરિવર્તનનું માધ્યમ બનાવવું જોઈએ એમ કહી એનો સાચો ઉપયોગ કરવા સલાહ આપી હતી.

આ ઉપક્રમમાં ડાયરેક્ટર સ્પોર્ટ્સ ઓથોરિટી શ્રી મનીષભાઈ જીલડિયાને પણ સન્માનિત કરાયા હતા તેમણે સંસ્થા માટે શુભેચ્છાની લાગણી વ્યક્ત કરી હતી.ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સંસ્થામાં તેજસ્વી તારલા અને રમતગમત ક્ષેત્રે ઉત્તમ દેખાવ કરનારને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી બિરદાવ્યા હતા. આ પ્રસંગે જવાહરભાઈ ચાવડાએ સુભાષ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય તથા રાજ્ય કક્ષાએ ઉત્તમ દેખાવ કરનારને વિશિષ્ટ રીતે બિરદાવવાની જાહેરાત કરી હતી આ પ્રસંગે શ્રી જી.પી. કાઠી સાહેબ,શ્રી વાટલીયા સાહેબ, બાલુભાઇ જાદવ, રામભાઈ બોરીચા, રાજેશભાઈ બુચ, ઈકબાલભાઈ મારફતિયા, શ્રી નાગદાનભાઈ ડાંગર, એડવોકેટ હરિનભાઇ રાવલ, શ્રી પટેલ સાહેબ, ડો. બાપોદરા સાહેબ, વિઠ્ઠલભાઈ ભુવા, બાબુભાઈ કાતરીયા,પરબતભાઈ જીલડિયા તેમજ પેથલજીભાઈના પરિવારના મીતાબેન ચાવડા, મેઘનાબેન ચાવડા, રમાબેન, પુષ્પાબેન, શોભનાબેન તેમજ વિદ્યાર્થીઓના વાલીગણ સવિશેષ ઉપસ્થિત રહી આજના ઉપક્રમે બિરદાવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરતા આચાર્યશ્રી ડોક્ટર બલરામ ચાવડાએ એમની આગવી શૈલીમાં સમયાન્તરે સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ વિશે અને સંસ્થાના સંકલ્પ વિશે આલેખ આપી સરસ્વતીના મંદિરોના નિર્માણની વાત કરી હતી આભાર દર્શન કરતાં શ્રી મેઘનાબેન ચાવડાએ સૌ પ્રત્યે પોતાની ઋણ સ્વીકારની ભાવના વ્યક્ત કરી હતી અને સંસ્થાની પરંપરા મુજબ ઉપસ્થિત મહેમાનોને સ્મૃતિચિન્હ આપી તેમનું ગૌરવ કરાયું હતું. આ પ્રસંગે રાત્રિના ડો. સુભાષ અકેડેમિની જુદી જુદી સંસ્થાઓ અને ડો.સુભાષ યુનિવર્સિટીની વિવિધ શાખાઓના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેનું ઉદ્ઘાટન નુપુરભાઈ પટેલ (એન્કર સંદેશ ટી.વી.) એ કર્યું હતું. આ પ્રસંગે એમણે સંસ્થાની પ્રવૃત્તિ ઓને બિરદાવતા શુભેચ્છા પાઠવી હતી ડો. સુભાષ રંગભવન ઉપરથી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

અને શ્રી પેથલજીભાઈ ચાવડાના પરિવાર એ વિશેષ ઉપસ્થિત રહીને સૌને બિરદાવ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડો.સુભાષ અકેડમિની વિવિધ સંસ્થાઓના વડાઓ અધ્યાપકો અને કર્મચારીઓએ ઊંડી જહેમત ઉઠાવી હતી.આ કાર્યક્રમની સફળતા માટે પૂર્વ કેબિનેટ મંત્રી અને સંસ્થાના વડા શ્રી જવાહરભાઈ ચાવડાએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)