જૂનાગઢ
જૂનાગઢ મહાનગરપાલિકા ના વોર્ડ નંબર 11 માં ફરજ બજાવતા શૈલેષભાઈ મેઘજીભાઈ બારૈયા કે જેઓ સફાઈ કામગરી અર્થે તળાવ રોડ ઉપર કામગીરી કરતા હતા એ દરમિયાન એમને અજાણ્યા વ્યક્તિનું એક પોકેટ મળેલ તેની અંદર અગત્યના ડોક્યુમેન્ટ તથા પૈસા હોવાથી તેમણે બી-ડિવિઝન પોલીસની સાક્ષીમાં જે તે વ્યક્તિને પરત આપેલ છે પોલીસે શૈલેષભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)