જૂનાગઢ માં રાષ્ટ્રપિતાશ્રી મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમીતે તેમજ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણી.

જૂનાગઢ

કેન્દ્ર તથા રાજય સરકારના સ્વચ્છતા અંગેના અભિગમ, અભિયાન અને આગ્રહને લક્ષમાં લઈ આગામી રજી ઓકટોબર એટલે કે, રાષ્ટ્રપિતાશ્રી મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમીતે તેમજ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે આગામી તા.૧૭/૯/૨૦૨૪ થી તા.૩૧/૧૦/૨૦૨૪ સુધી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.

“સ્વચ્છતા હિ સેવા-૨૦૨૪” અંતર્ગત મહાનગરપાલિકા,જુનાગઢ દ્વારા તા.૧૭/૯/૨૪ ના રોજ મંગળવાર સવારે ૯:૦૦ કલાકે, રેલ્વે સ્ટેશન ખાતે આવેલ રેલ્વે ટ્રેક તથા સવારે ૧૦.૦૦ કલાકે બસ સ્ટેશન પટાંગણ- જૂનાગઢ ખાતે વિશેષ સ્વચ્છતા ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી તેમજ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આજ તા.૧૭/૯/૨૪ મંગળવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ટાઉન હોલ ખાતે શહેરીજનોના તથા સફાઈ કર્મચારીશ્રી ઓના સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સર્વ રોગ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવેલ, શહેરીજનોને જરૂરીયાતના સમયે બ્લડ મળી રહે તેવા આશયથી આજ સવારે ૧૧.૦૦ કલાકે રેડ ક્રોસ,આઝાદ ચોક ખાતે રક્તદાન કાર્યક્રમ પણ યોજાયો હતો.જેમાં મહાનગરપાલિકા, જુનાગઢના અધિકારીઓ, કર્મચારીઓ અને શહેરીજનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.

આ તકે માન.ધારાસભ્યશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સમગ્ર દેશમાં એક પખવાડિયા સુધી સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં માન.ધારાસભ્યશ્રી દ્વારા શહેરના સૌ શહેરીજનો પોતાના ઘર, ગલ્લી – મહોલ્લાને સ્વચ્છ રાખી આ સફાઈ અભિયાનમાં જોડાવા માટે આહવાન કરવામાં આવેલ હતું. તેમજ લોકોને મદદરૂપ થવાના ધ્યેયથી અને સેવા હી ધર્મના સુત્રને સાર્થક કરવા મેડીકલ કેમ્પ,સેવા સેતુ જેવા લોકહિત ના કાર્યક્રમો યોજાય રહ્યા છે.સફાઈ કર્મચારીશ્રીઓની આરોગ્ય લક્ષી સુખાકારી જળવાઈ રહે તે માટે હેલ્થ ચેકઅપ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા જરૂરીયાત શહેરીજનોને બ્લડ મળી રહે તે માટે રક્તદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો.

જુનાગઢ મહાનગરપાલિકાના નાયબ કમિશનરશ્રી એ.એસ.ઝાંપડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આજ રોજ લોકોની વધુ અવર જવર રહેતા જાહેર સ્થળો જેવા કે બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશનથી સફાઈ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે.ત્યાર બાદ આગામી દિવસોમાં ૩૧ ઓક્ટોબર સુધી સફાઈ અભિયાન કાર્યરત રહેશે.જેમાં સૌ શહેરીજનોને જોડાવા નાયબ કમિશનરશ્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી.

આ તકે માન.ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા,નાયબ કમિશનરશ્રી એ.એસ.ઝાંપડા, આસી.કમિશનર(વ)શ્રી જયેશભાઈ વાજા, આસી.કમિશનર(ટે)શ્રી કલ્પેશભાઈ ટોલિયા, પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબેન દવે, સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર શ્રી અમુદાનભાઈ ગઢવી,સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ ઓફિસરશ્રી હાજાભાઇ ચુડાસમા, રેલ્વે વિભાગના અધિકારીશ્રી એ.ડી.ઈ. એમ.જે. એચ.ડી.શ્રી રાજીવકુમાર સકસેના, રેલ્વે સ્ટેશન મેનેજરશ્રી પી.સી.રાઠવા, અમદાવાદ એસ.ટીના મુખ્ય અધિક્ષકશ્રી આર.ટી. ગરચર, એસ.ટી.વિભાગના નિયામકશ્રી એમ.ડી.રાવલ, પર્યાવરણ ઈજનેરશ્રી રાજુભાઈ ત્રિવેદી, સેનિટેશન સુપર વાઈઝર શ્રી મનીષભાઈ દોશી, આગેવાનશ્રી નટુભાઈ પટોળીયા, જીનીયસ પબ્લિક સ્કુલના પ્રિન્સીપાલ શ્રી ખુશ્બૂબેન પાલા, રેલ્વે વિભાગના સફાઈ કર્મચારીઓ, એસ.ટી. વિભાગ ના કર્મચારીશ્રીઓ, મહાનગરપાલિકા, જુનાગઢના સફાઈ કર્મચારીશ્રીઓ તથા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)