જૂનાગઢ શહેરના રૂ.૩૯૭ કરોડના ૯૧ વિકાસ કાર્યોનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ- ખાતમુહૂર્ત

જૂનાગઢ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જૂનાગઢ શહેરના રુ. ૩૯૭ કરોડના ૯૧ વિકાસ કાર્યોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે. રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર જૂનાગઢના વિકાસ કાર્યોના આ લોકાર્પણ – ખાતુ મુહૂર્ત સમારોહમાં મુખ્યમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહેશે.

તા.૩૦ જુલાઈ, ૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૧૦ કલાકે જૂનાગઢ સ્થિત શામળદાસ ટાઉન હોલ ખાતે આ સમારોહ યોજાશે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવનાર વિકાસ કાર્યોમાં વોર્ડ નંબર ૮, ૯, અને ૧૦ માં વોટર સપ્લાય માટે ડિસ્ટ્રીબ્યુટ અને નેટવર્કની કામગીરી, જોઈન પાઇપલાઇન, સ્વિમિંગ પૂલ ફેજ -૨, શહેરના વિવિધ વિસ્તારમાં સી.સી. રોડ અને પેવિગ બ્લોક, અમૃત ૨.૦ અંતર્ગત પાઇપલાઇનની કામગીરી ઉપરાંત હેરિટેજ બિલ્ડીંગ એવા નરસિંહ વિદ્યા મંદિરનું રુ. ૧૪.૯૧ કરોડના ખર્ચે નવીનીકરણ, મહાનગરપાલિકાના હદમાં આવેલ તમામ મિલકતોનું રુ.૯.૭૮ કરોડના ખર્ચે G.I.S. બેઝ મેપિંગ સહિતના ૮૧ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ, મુખ્યમંત્રીશ્રી રુ. ૩૮૪.૯૨ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ઉપરાંત ઈન્દ્રેશ્વર મંદિર ખાતેના વિકાસ કાર્યો, સોલિડ વેસ્ટ સેગ્રિગેશન પ્લાન્ટ સહિતના રુ.૧૨.૮૬ ખર્ચે નિર્મિત ૧૦ વિકાસકામોનું લોકાર્પણ થશે.

આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી ગીતાબેન મોહનભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રી ગીરિશભાઈ કોટેચા, સ્થાયી સમિતિના ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા, શાસક પક્ષના નેતા શ્રી કિરીટભાઈ ભીંભા, દંડક શ્રી અરવિંદભાઈ ભલાણી, શહેર ભાજપ પ્રમુખ અને કોર્પોરેટર શ્રી પુનિતભાઈ શર્મા સહિત વોર્ડના કોર્પોરેટરશ્રીઓ સહિતના મહાનુભાવો, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહેશે. જૂનાગઢના શહેરીજનોને આ કાર્યક્રમમાં જોડાવા મેયર શ્રીમતી ગીતાબેન પરમારે અનુરોધ કર્યો છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)