આજે જૂનાગઢ શહેર નાં હાર્દ સમા તળાવ દરવાજા વિસ્તાર ખાતે આવેલ શ્રી જાગનાથ મહાદેવ મંદિર નાં સાનિધ્ય માં આજ વિસ્તાર ના રહેવાસીઓ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર ની વિવિધ યોજનાઓનો લાભ ઘર બેઠા રહેવાસી ઓને મળે તે માટે જુદા જુદાં કાર્ડ માટે ના એક મહા કેમ્પ નું આયોજન શ્રી રાજુભાઈ જોબનપુત્રા તથા તેમની સમગ્ર ટીમ દ્રારા કરવામાં આવ્યું હતુ આ કેમ્પમા શ્રી મહેન્દ્રભાઈ મશરૂ, શ્રી પાર્થભાઈ કોટેચા તથા અન્ય આગેવાનો એ હાજર રહી લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને આ આયોજન કરવા બદલ આયોજક સમિતિ ને અભિનંદન સાથે શુભેરછા પાઠવી હતી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)