જૂનાગઢ સક્કરબાગ માં પ્રાણીઓ માટે શિયાળા માં રક્ષણ

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જુનાગઢ ખાતે હાલમાં શરૂ થયેલ શિયાળાની સીઝનના ઠંડા પવનો અને ટાઢથી રક્ષણમાટે ઝુ પ્રશાસન દ્વારા વન્યપ્રાણીઓને કડકડતી ઠંડી થી બચાવવા વિવિધ ઉપાયો કરવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે માંસાહારી પ્રાણીઓ જેવાકે સિંહ,વાઘ,દીપડા, વરૂ અને ઝરખ માટે નાઈટ શેલ્ટર પાંજરાઓમાં ઘાંસ પાથરવામાં આવેલ છે. તથા ઠંડી થી રક્ષણ મળી રહે તેમાટે ગ્રીન નેટ ની આડશ મળે તેવી વ્યવસ્થા ઉભી કારવામાં આવેલ છે. આ ઉપરાંત વન્યપ્રાણીઓના ખોરાકમાં વધારો કરવામાં આવેલ છે. જેથી પુરતા પ્રમાણમાં ગરમી મળી રહે. તથા વેટરનરી ડોક્ટર, પેરામેડીકલ સ્ટાફ અને એનીમલ કીપર્સ દ્વારા વન્યપ્રાણીઓનું સતત મોનીટરીંગ અને હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે.

પક્ષીઓ માટે પાંજરામાં ઠંડા પવનો થી રક્ષણ મળી રહે તેમાટે ગ્રીનનેટ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તથા ખોરાકમાં વધારો કરવામાં આવેલ છે. આ ઉપરાંત પાંજરાઓમાં હીટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે. પક્ષીઓ માટે આર્ટીફીશીયલ નેસ્ટ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેથી તેઓને ઠંડીથી રક્ષણ આપી શકાય.

સરીસૃપ વર્ગના પ્રાણીઓ માટે પુરતા પ્રમાણમાં ગરમી મળી રહે તેમાટે બલ્બ અને માટલાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત સુકા ઘાંસ અને નેસ્ટ ની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.

તૃણાહારી પ્રાણીઓ માટે લીલોચારો ની માત્રા માં વધારો કરવામાં આવેલ છે. અને ગ્રીન નેટ લગાવવામાં આવેલ છે. આ ઉપરાંત સુકા ઘાંસના પાથરણા બનાવવામાં આવેલ છે.

આ ઉપરાંત તમામ પ્રાણીઓ માટે તાજો અને સ્વચ્છ અને ગુણવત્તા સભર ખોરાક અને પાણીની માત્રામાં વધારો કરવામાં આવેલ છે. તથા તમામ વન્યપ્રાણીઓનું સતત સી.સી.ટી.વી. થી હેલ્થ મોનીટરીંગ કરવામાં આવે છે. એમ શ્રી. અક્ષય જોશી, નિયામકશ્રી, સકકરબાગ પ્રાણી સંગ્રહાલય, જુનાગઢ દ્વારા જણાવવામાં આવેલ હતું.

 

 

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)