જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડો.ઓમ પ્રકાશ ની સૂચના મુજબ તથા ડેપ્યુટી કમિશનર ડી જે.જાડેજા ના માર્ગદર્શન હેઠળ આસી.કમિશનર (ટેક્સ) અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ કલ્પેશ ટોલિયાની ટીમના દ્વારા આજરોજ ઝાંઝરડા રોડ સરદાર બાગ સામે આવેલ આસ્થા પ્લસ કોમ્પ્લેક્ષમાં આવેલ હાંસલીયા પ્રોવિઝન સ્ટોર ના વેપારી દ્વારા બાજુ માં આવેલ વોકળામાં તેમનો કચરો ફેંકતા મા . કમિશનરની નઝર માં આવતા તેમને સ્થળ ઉપર જ રૂ.25,000 પચીસ હજાર જેટલો દંડ વસૂલવામાં આવેલ છે, મહાનગરપાલિકાના કમિશનર ડૉ .ઓમ પ્રકાશ દ્વારા જાહેરમાં કે વોકળામાં કચરો ન ફેંકવા અગાઉ પણ અપીલ કરવામાં આવેલ છે ,ફરીથી જણાવ્યું છે કે જાહેરમાં ગંદકી નહિ કરવા કે કચરો નહિ ફેંકવા તથા મનપા ના ડોર ટુ ડોર કલેક્શન વાહનમાં જ સુકો ભીનો અલગ કચરો રાખી આપવામાં આવે તેમજ દુકાન ધારકો અને લારી ગલ્લા વાળાને પણ ડસ્ટબીનમાં જ કચરો જમાં કરી વાહનમાં આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવે છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)