જૂનાગઢ સ્થિત બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજમાં મનોવિજ્ઞાન વિભાગ દ્વારા ‘મનોવિજ્ઞાનમાં કારકિર્દીના વિવિધ ક્ષેત્રો’ વિષય પર વિશેષ વ્યાખ્યાન.

જૂનાગઢ

જૂનાગઢ સ્થિત બહાઉદ્દીન સરકારી વિનિયન કોલેજના પ્રિન્સિપાલ ડૉ.પી.વી. બારસિયાની પ્રેરણાથી મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ પ્રા. બી.બી.જોશી તથા પ્રા. ડૉ. ભાવનાબેન ઠુંમર દ્વારા ‘મનોવિજ્ઞાનમાં કારકિર્દીના વિવિધ ક્ષેત્રો’ વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

વ્યાખ્યાનમાં તજજ્ઞ તરીકે રાજકોટ, કણસાગરા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મનોવિજ્ઞાન વિભાગના ડૉ.આર.એસ.પરમાર ઉપસ્થિત રહ્યા હતા. વ્યાખ્યાનમાં શ્રી પરમારે, મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓને માનવ વર્તનની સાથે ક્ષેત્રની વિશાળતા, કાઉન્સેલિંગ સેન્ટર, મનોવિજ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ, સામાજિક સમસ્યાઓ અને વિશેષ રીતે સારા વ્યક્તિ તરીકે ઉભરી આવવા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં વેરાવળ, સી.પી.ચોકસી કોલેજ મનોવિજ્ઞાનના પ્રા.ડૉ.સોસાએ વિદ્યાર્થીઓને ભણતરની સાથે કેળવણી તથા NSS અંગેની પ્રેરણાત્મક વાતોથી માહિતગાર કર્યા હતા. આ વ્યાખ્યાનમાં મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ ઉત્સાહથી જોડાયા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)