જૂનાગઢ: સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ખોરાસામાં નિદાન કેમ્પ યોજાયો.

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ખોરાસામાં સગર્ભા માતાઓ માટે વિશેષ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય સગર્ભા બહેનોની આરોગ્ય સ્થિતિની તપાસ અને યોગ્ય માર્ગદર્શન પૂરૂ પાડવું હતું.

મહત્વપૂર્ણ વિગતો:

  • જૂનાગઢના સ્ત્રી રોગ નિષ્ણાંત ડૉ. સંજય બારીયા દ્વારા 85 સગર્ભા બહેનોનું સ્ક્રીનિંગ અને પ્રાથમિક આરોગ્ય તપાસ કરવામાં આવી.

  • સગર્ભાવસ્થા દરમિયાન અપનાવવાની જરૂરી કાળજીઓ અંગે માહિતી આપી.

  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોરસાના મેડિકલ ઓફિસર ડૉ. દીપક વાઢેર દ્વારા સગર્ભા બહેનોને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.

  • 125 જેટલી તરુણીઓનું હિમોગ્લોબીન, વજન, ઊંચાઈ અને આરોગ્ય તપાસ કરવામાં આવી.

  • આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોષણ અને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.

આ કેમ્પ દ્વારા સગર્ભા બહેનોને તેમના અને બાળકના આરોગ્ય અંગે સચોટ જાણકારી અને યોગ્ય સહાયતા મળી.

ઉપસ્થિતિ:
આ કેમ્પ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જુનાગઢ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ડાભી ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જેમાં આરોગ્ય સ્ટાફ અને સ્થાનિક આરોગ્ય કર્મચારીઓનો સહયોગ લ્હાયો હતો.


📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ