👉 જૂનાગઢ, તા. ૧૨:
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબની સુચના તથા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આંબલીયા ગામની સીમ વિસ્તારમાં રેઇડ કરીને જુગાર રમતા આઠ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે.
➡️ બાતમીના આધારે કાર્યવાહી:
🔎 ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. જે.જે. પટેલ અને પો.સ.ઈ. ડી.કે. ઝાલા, વાય.પી. હડિયા તથા તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આંબલીયા ગામના અશ્વિન ભીખાભાઈ રાબડીયા પોતાના ખેતરની ઓરડીમાં ગંજીફટાના પાનાથી “તીનપતી” જુગાર રમાડી રહ્યો છે.
➡️ રેઇડ દરમિયાન પકડાયેલા પુરાવા:
✅ રોકડ રકમ: ₹71,030/-
✅ મોબાઈલ ફોન: 8 (કિંમત ₹80,000/-)
✅ મોટરસાયકલ: 5 (કિંમત ₹2,00,000/-)
✅ ગંજીપતાની કેટ: 5
✅ પાથરણું: 1
➡️ કુલ મુદામાલ: ₹3,51,030/-
➡️ પકડાયેલા આરોપીઓની વિગતો:
- અશ્વિન ભીખાભાઈ રાબડીયા (ઉ.વ. 50) – આંબલીયા, જુનાગઢ
- હિમાંશુ દિનેશભાઈ અઢીયા (ઉ.વ. 44) – નહેરૂ પાર્ક સોસાયટી, જુનાગઢ
- રામભાઈ રાણાભાઈ શામળા (ઉ.વ. 49) – સરોડ ગામ, કેશોદ
- કરશનભાઈ જીવાભાઈ રામ (ઉ.વ. 62) – બામણવાડા, માંગરોળ
- મયુરભાઈ હરીભાઈ મકવાણા (ઉ.વ. 40) – ફુલવાટીકા સોસાયટી, જુનાગઢ
- અમિતભાઈ નટવરલાલ જોષી (ઉ.વ. 37) – કોઠારીયા મેઈન, રાજકોટ
- સરોજબેન સુરેશભાઈ રાવલ (ઉ.વ. 62) – સીતાજી ટાઉનશીપ, રાજકોટ
- મુમતાઝબેન રફીકભાઈ મડમ (ઉ.વ. 38) – ધોરાજી રોડ, જૂનાગઢ
➡️ નોંધાયેલા ગુનાઓ:
📌 જુગાર ધારા કલમ 4 અને 5 હેઠળ ગુનો દાખલ કરાયો
📌 ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરાઈ
➡️ અધિકારીની ટિપ્પણી:
👉 ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઈ. ડી.કે. ઝાલાએ જણાવ્યું કે, “જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર જુગારના અખાડાઓને ઝડપી પાડવા માટે વધુ સખત કાર્યવાહી ચાલુ રહેશે.”
📍 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ