જૂનાગઢના ગાયત્રી મંદિર ખાતે ગિરનારી ગ્રુપ દ્વારા ભાદરવી અમાસ નિમિત્તે સૌને “ચા” પ્રસાદી રૂપે પીવડાવી સેવા કાર્ય કરેલ.

જૂનાગઢ

જૂનાગઢના ગિરનાર ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત યાદીમાં જણાવવામાં આવેલ છે કે, આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર, સોમવતી અમાસ અને ભાદરવી અમાસનો ત્રિવેણી સંગમ જોગાનુજોગ ભેગો થતા જુનાગઢ તથા આજુ બાજુ ના ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં લોકો પિતૃ તર્પણ (પોતાના સ્નેહીજનોને ગુમાવેલા હોય એમને પીપળે પાણી રેડી તૃપ્ત કરવા) માટે જૂનાગઢમાં દામોદર કુંડ ખાતે આવેલા હતા. જેમને ગિરનારી ગ્રુપ દ્વારા “ચા” રૂપી પ્રસાદી પીવડાવવામાં આવેલ હતી. આ સેવાકીય કાર્યને સફળ બનાવવા માટે ગિરનારી ગ્રુપના સભ્યશ્રીઓ શ્રી દિનેશભાઈ રામાણી, સમીરભાઈ દવે, જગદીશભાઈ દતાણી, અક્ષિતભાઈ કુબાવત, સચિનભાઈ ભાટીયા, પરેશભાઈ ઉનડકટ, વિપુલભાઈ બુધદેવ, હરિભાઈ કારીયા, ભરતભાઈ ભાટીયા, પરાગભાઈ ભુપ્તા, સમીરભાઈ ઉનડકટ, ભાવેશભાઈ સુતરીયા, નક્ષભાઈ રાજા,ગાયત્રી મંદિરના નાગબાપુ વાળા સહિત ના લોકોએ સાથ સહકાર આપી સેવાઓ આપેલ હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)