જૂનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા જરૂરિયાત મંદ બાળકોને વિના મૂલ્યે પાઠ્યપુસ્તકો તથા ફુલ સ્ક્રેપ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું

જૂનાગઢ

જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત યાદીમાં જણાવવામાં આવેલ છે કે, છેલ્લા એક માસથી ગિરનારી ગ્રુપ દ્વારા પુસ્તક સેવા યજ્ઞનુ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સર્વે કરી જુનાગઢ શહેરમાં આર્થિક રીતે નબળા પરિવારજનો ના બાળકોને ધોરણ ૧ થી ૧૨ માં અભ્યાસ કરતા હોય તેવા ૧૭૨ બાળકોને વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો આપવામાં આવેલ હતા. તથા જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં વિહાન સંસ્થામાં એચ.આઇ.વી. ગ્રસ્ત રિએક્ટિવ બાળકો તથા જરૂરિયાતમંદ બાળકો સહિતના ઓને વિનામૂલ્યે ૧૮૦૦ ફુલસ્ક્રેપ નોટબુકસોનુ વિતરણ કરવામાં આવેલ હતું. આ પુસ્તક સેવાયજ્ઞ માં ઘણા બધા વાલીઓએ પોતાના બાળકોના પાઠ્યપુસ્તકો ગિરનારી ગ્રુપનો સંપર્ક કરીને ગિરનારી ગ્રુપને અર્પણ કરેલ હતા. અને આસ્થા હોસ્પિટલના ડૉ. ચિંતન યાદવ તથા પ્રો.પી.બી. ઉનડકટ, નગાજણભાઈ ગરેજા, જીગ્નેશભાઈ લાખાણી સહિત અનેક દાતાઓ દ્વારા ફુલસ્કેપ નોટબુક્સો આપવામાં આવેલ હતી. એ બદલ ગિરનારી ગ્રુપે તમામ દાતાશ્રીઓનો હૃદય પૂર્વક આભાર માનેલ હતો.

આ પુસ્તક સેવા યજ્ઞમાં જૂનાગઢ ના ગિરનારી ગ્રુપના સભ્યશ્રીઓ સમીરભાઈ દવે,નરેન્દ્રસિંહ ચુડાસમા, કિર્તીભાઈ પોપટ, લલીતભાઈ ગેરીયા, દેવાંગભાઈ પંડ્યા, યાત્રીકભાઈ ભટ્ટ, સુરેશભાઈ વાઢીયા, સંજયભાઈ વાઢેર, સમીરભાઈ ઉનડકટ, દિનેશભાઈ રામાણી ભાર્ગવભાઈ દેવમુરારી, સંજયભાઈ મહેતા, અરશીભાઈ રામ સહિતના એ પોતાની સેવાઓ આપેલ હતી.

અહેવાલ;- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)