
જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત યાદીમાં જણાવવામાં આવેલ છે કે, તાજેતરમાં મોડી રાત્રિના સમયે ઠંડા પવનની સાથે ઠંડીનું પ્રમાણ વધવાથી લોકો થરથર ધ્રુજતા હોય છે. એવામાં જુનાગઢ શહેરના બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, ભવનાથ, સાબલપુર સહિતના જુદા જુદા વિસ્તારમાં ફરી રસ્તા પર ઠંડીથી ઠુઠવાતા અને ઝૂંપડામાં રહેતા હોય તેવા લોકોને ઠંડીથી રક્ષણ મળી રહે તેવા શુભ આશયથી ગરમ ધાબળાઓનું વિતરણ કરીને લોકોને ઠંડીથી બચાવવા માટેનો નાનકડો એવો પ્રયાસ કરવામાં આવેલ હતો. આ સેવા કાર્યમાં ગિરનારી ગ્રુપના સભ્યશ્રીઓશ્રી સમીરભાઈ દવે, સમીરભાઈ ઉનડકટ, સુધીરભાઈ રાજા, અક્ષિતભાઈ કુબાવત, કશ્યપભાઈ દવે, પરાગભાઈ ભુપ્તા, નમનભાઈ નરસાણા, ગૌરવભાઈ પોપટ, હરેશભાઈ કોરિયા, સુરેશભાઈ વાઢીયા, શુભભાઈ વાઢીયા, વેદુભાઈ બારૈયા સહિતના લોકોએ પોતાની સેવાઓ આપેલ હતી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)