
જૂનાગઢ, 23 એપ્રિલ 2025:
જમ્મુ-કાશ્મીરના પહલગામ વિસ્તારમાં થયેલા આંતકવાદી હુમલામાં જીવ ગુમાવનાર નિર્દોષ લોકો માટે જૂનાગઢ જિલ્લા અને શહેરની ડિગ્નીટી જસ્ટિસ ફોર હ્યુમન રાઈટ્સ ફાઉન્ડેશન ટીમ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
દામોદર કુંડ ખાતે આવેલ મોક્ષ પીપળા પાસે મીણબત્તી પ્રગટાવીને શહીદોને મૌન ધારણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. હુમલાની ઘટના સમગ્ર દેશને દ્રવીદેનારી રહી છે અને આવી દુઃખદ ક્ષણમાં આત્માઓને શાંતિ અને પરિવારજનોને સહનશક્તિ મળે તેવી પરમાત્માની પ્રાર્થના પણ કરવામાં આવી.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કિરણબેન રાણીગા, દિવ્યેશભાઈ રાણીગા, જીગ્નેશભાઈ મહેતા, રાજુભાઈ ચૌહાણ, હિરેનભાઈ પટની, પૂજાબેન રાજપૂત (પ્રમુખ – રામસેતુ સેવા સખી મંડળ ટ્રસ્ટ), ઉર્મિલાબેન રાજપૂત, ભાવિકભાઈ દવે અને મીતાબેન દવે સહિત અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ