જૂનાગઢના પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા નવી વાહન નંબર સિરીઝ બહાર પાડી

જૂનાગઢ, 25 એપ્રિલ 2025આર.ટી.ઓ. (RTO) કચેરી, જૂનાગઢ દ્વારા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો માટે નવી નંબર સિરીઝ GJ-11-CT બહાર પાડવામાં આવી છે. આ બાબતને લઈને રી-ઓક્શન યોજવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ઈ-ઓક્શન પ્રક્રમા માટેની રજીસ્ટ્રેશન 5 મે 2025 ના રોજ સાંજ 4:00 વાગ્યે શરૂ થશે, અને 7 મે 2025 ના રોજ સાંજ 4:00 વાગ્યે બંધ થશે. આ પ્રક્રિયામાં ગોલ્ડન નંબર અને સિલ્વર નંબર માટે પસંદગીના નંબરો પર બિડિંગ કરવામાં આવશે.

ગોલ્ડન નંબર માટેની ટૂ-વ્હીલર ફી ₹8000 અને ફોર વ્હીલર માટે ₹40,000 રહેશે, જ્યારે સિલ્વર નંબર માટે ટૂ-વ્હીલર ફી ₹3500 અને ફોર વ્હીલર માટે ₹15,000 રહેશે.

અજમાવતી ફી ઉપરાંત, સામાન્ય નંબર માટે ટૂ-વ્હીલર માટે ₹2000 અને ફોર વ્હીલર માટે ₹8000 રાખી છે.

અરજી માટે, ઇચ્છુક વાહન માલિકોને https://fancy.parivahan.gov.in પર નોંધણી કરવી રહેશે.
અહેવાલ: નરેન્દ્ર દવે, જગદીશ યાદવ, જૂનાગઢ