“જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર માનવ સુરક્ષાની ઊંઘતી વ્યવસ્થાઓ સામે પ્રશ્ન ચિહ્ન ઊભું થયું છે. ભેંસાણ તાલુકાના રાણપુર ગામમાં 15 ફૂટ ઊંડી સેપ્ટિક ટેન્કની સફાઈ દરમિયાન દુર્ઘટનામાં સાળા-બનેવીના કરુણ મૃત્યુની ઘટના સામે આવી છે.”
ભેસાણના રાણપુર ગામે આવેલા કુબાવત પરિવારના ડેલામાં સેવાટेकેટ ટેન્કની સફાઈ ચાલી રહી હતી. અહીં 48 વર્ષના દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ અને 45 વર્ષના તેમના સાળા દિલીપભાઈ ભુરાભાઈ વાઘેલા ટેન્કની અંદર ઉતરી સફાઈ કરી રહ્યા હતા ત્યારે ઝેરી ગેસની અસરથી બંને બેભાન થઈ ગયા અને ટેન્કની અંદર પડી ગયા.
ઘટનાની જાણ થતા મકાન માલિક ધર્મેન્દ્રભાઈ અને જયદીપભાઈ કુબાવત તેમને બચાવવા ટેન્કમાં ઉતર્યા, પણ તેમને પણ ઝેરી ગેસની અસર થઈ અને બેભાન થવા પામ્યા. અકસ્માતમાં સાળા-બનેવીનો મોત થયું જ્યારે મકાનમાલિક ધર્મેન્દ્રભાઈ અને જયદીપભાઈને ગંભીર હાલતમાં જુનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મૃતકની પત્ની જમનાબેન દ્વારા નોંધાવેલ ફરિયાદના આધારે મકાનમાલિક વિરુદ્ધ માનવ સુરક્ષા વિના ટેન્કની સફાઈ કરાવવાના આરોપસર ગુનો નોંધી એસ.એસ.સી./એસ.ટી.સેલના ડીવાયએસપી રવિરાજસિંહ પરમારને તપાસ સોંપવામાં આવી છે.