જુનાગઢ તા.૨૧
જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં તંત્રના સ્વચ્છતા ના અભિયાનોમાં સહકાર આપવા આપાગીગાનો ઓટલો ચોટીલાના મહંત શ્રી નરેન્દ્ર બાપુએ અનુરોધ કર્યો હતો, મહાશિવરાત્રીના મેળામાં સાનુકૂળ અને ભક્તિમય વાતાવરણ છે. સરકાર અને જિલ્લા તંત્ર દ્વારા પણ વિવિધ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તે પ્રમાણે લોકો પણ જરૂરી તકેદારી રાખે અને સૌ સાથે મળીને સ્વચ્છતા ની અગ્રતા આપે તેમ જણાવ્યું હતું. કોર્પોરેશન અને કલેક્ટર દ્વારા મેળામાં સફાઈ સહિતની જુદી જુદી કામગીરી કરવામાં આવી રહી છે તેમાં લોકોનો સહયોગ મળશે તો આ અભિયાન સાર્થક થશે તેમ પણ જણાવ્યું હતું.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)