જૂનાગઢમાં 16 વર્ષીય કિશોરી ગુમ – પોલીસ દ્વારા માહિતી આપવા અપીલ!!

👉 જૂનાગઢ, તા. ૧૨:
જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં 16 વર્ષ 2 મહિના ઉંમરની કિશોરી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢ જિલ્લામાં રહેતી આ કિશોરી 25 ફેબ્રુઆરી, 2025 ના રોજ સાંજે 06:00 કલાકે પોતાના રહેઠાણ પાસેથી ગુમ થઈ હતી.

➡️ ગુમ થયેલી કિશોરીની વિગતો:

  • ઉંમર: 16 વર્ષ 2 મહિના
  • ઊંચાઈ: 4 ફૂટ 5 ઇંચ
  • રંગ: ઘંઉવર્ણ
  • શરીરનો બાંધો: મધ્યમ
  • ચહેરો: લાંબો
  • આંખો: કાળી
  • વાળ: કાળા
  • કપડાં: પીળા રંગનો ડ્રેસ
  • ભાષા: ગુજરાતી

➡️ શંકાસ્પદ પરિસ્થિતિ:
🔴 પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોઈ શખ્સે લગ્નની લાલચ આપીને કિશોરીને ભગાડી હોવાની શક્યતા છે.

➡️ જાણકારી આપવા માટે સંપર્ક:
📞 વાલીનો સંપર્ક નંબર: 9327803319
📞 પોલીસ સબ ઈન્સ્પેક્ટર: ડી.કે. સરવૈયા – 9601054860

➡️ વધુ માહિતી માટે:
📌 નોડલ ઓફિસર (મિસિંગ સેલ)નાયબ પોલીસ અધિક્ષક એ.એસ. પટ્ટણી (મુખ્ય મથક – જૂનાગઢ)

➡️ અપીલ:
👉 જો કોઈ વ્યક્તિએ આ કિશોરીને જોવી હોય અથવા તેની સંબંધી કોઈ જાણકારી હોય તો ઝડપી રીતે પોલીસ સ્ટેશન અથવા વાલી સાથે સંપર્ક સાધવા માટે અપીલ કરવામાં આવે છે.

📍 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ