જૂનાગઢમાં અંબાઈ ફળિયામાં શ્રી રણછોડરાયજી ના પાટોત્સવના દિવસે સુમધુર સંગીત યુનિટ નું લોકાર્પણ.

જૂનાગઢમાં જૂના નાગરવાડા માં”સાંઈ સુખધામ ” કચ્છી ફળિયા માં તાજેતરમાં સુંદર મજાની ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવેલ હતું ત્યારે પુર્ણાહુતી સમયે જૂનાગઢ ના જાણીતા ઉધોગપતિ હૃદયસ્થ શ્રી વસંતરાય આણંદજી ઓઝા ની સ્મૃતિમાં એમના પરિવાર તરફથી એક સાઉન્ડ સિસ્ટમ આપવામાં આવેલ જેનું ફિટીગ કામ પૂર્ણ થઈ જતાં તા.7.12.24 ના રોજશ્રી રણછોડરાયજી ના પાટોત્સવના પાવન દિવસે સવારે ૧૦.૦૦ કલાકે શ્રી હરીશભાઈ ઓઝા ના વરદ્ હસ્તે આ વિસ્તાર ના લતાવાસીઓની ઉપસ્થિતિ માં લોકાર્પણ કરવામાં આવેલ છે.


જુનાં નાગરવાડામાં માઢ સ્ટ્રીટ થી ઢેબર ફળિયા સુધીના વિસ્તાર માં અલગ અલગ ચાર જગ્યાએ એમ્પ્લીફાયર સ્પીકર લગાડવામાં આવ્યા છે જેનાં દ્વારા દરરોજ સવારે ૮થી ૯ અને સાંજે ૭થી ૮ દરમિયાન ભક્તિ ગીતો, ભજનો, આરતી તથા લોકપ્રિય જૂના ફિલ્મી ગીતો દ્વારા વાતાવરણ સંગીતમય થશે, હાલમાં સોમવારે શિવ સ્ત્રોત, મંગળવારે ગણપતિ દાદાની આરતી, ગુરૂવારે સાંઈ બાબા ના ગીત, શુક્રવારે માતાજી ની સ્તુતિ, શનિવારે હનુમાન ચાલીસા, આનું સંચાલન ઓસમ યુવક મંડળ તથા સાંઈ પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.આ સાઉન્ડ સિસ્ટમ થી કચ્છી ફળિયું, અંબાઈ ફળિયું અને ઢેબર ફળિયા ના રહેવાસીઓને સુમધુર સંગીત નો લાભ મળશે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)