જૂનાગઢ
જૂનાગઢ ના પારૂલબેન પાંચાભાઈ જેઠવા આઝાદ ચોક પાસેની પોસ્ટ ઓફિસે રૂપીયા ઉપાડવા ગયેલ, રૂપીયા ઉપાડીને ઘરે જતાં હતાં તે દરમ્યાન રૂપીયા રસ્તામાં ક્યાંક પડી ગયેલ આથી પોલીસ ની નેત્રમ શાખાને જાણ કરતાં જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા તથા જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય. એસ.પી. એ.એસ. પટણી ના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ સુખદેવભાઈ કામળીયા, વિજયભાઇ છૈયા, રૂપલબેન છૈયા, એન્જી. નિતલબેન મહેતા સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી CCTV ફૂટેજ ચેક કરતા પારૂલબેન કાળવા ચોકમાં પર્સ માંથી મોબાઈલ ફોન કાઢવા જતાં પૈસા પર્સમાંથી નીચે પડી ગયેલ અને એક અજાણ્યા બાઇક ચાલક દ્વારા તે પૈસા ઉઠાવી લેવાનું CCTV માં સ્પષ્ટ નજરે પડતાં નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે અજાણ્યા બાઇક ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે રૂપીયા તેમની પાસે હોવાનું જણાવેલ. પોલીસ સ્ટાફ દ્વારા તે અજાણ્યા બાઇક ચાલકને ઠપકો આપી પારૂલબેન જેઠવાના ખોવાયેલ રૂ.૧,૭૫૦/- શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવતા તેમણે જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)