જૂનાગઢમાં આયુષ હોસ્પિટલ, પોલીસ દળ અને ગિરનારી ગ્રુપના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો.

જૂનાગઢ

15મી ઓગસ્ટના સ્વતંત્ર દિન નિમિત્તે ઈસ્લામી ખોજા સમાજ દ્વારા 52 બોટલ તથા આયુષ હોસ્પિટલ, પોલીસ દળ અને ગિરનારી ગ્રુપના સહયોગથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં દાતાઓ દ્વારા 81 બોટલ મળી ફૂલ બોટલ 133 રક્તની એકત્રિતકરણ કરવામાં આવેલ હતી. અને એ તમામ રક્તની બોટલ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં થેલેસેમીયા પીડીત બાળકોને તથા જરૂરિયાતમંદ દર્દીઓને આપવા માટે અર્પણ કરવામાં આવેલ હતી. આજના આ બંને કેમ્પની સેવામાં ગિરનારી ગ્રુપના સભ્યશ્રીઓ સમીરભાઈ દતાણી, સંજયભાઈ બુહેચા, દિનેશભાઈ રામાણી, સમીરભાઈ ઉનડકટ, બીપીનભાઈ ઠકરાર, કશ્યપભાઈ દવે, પરેશભાઈ સાવલિયા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)