જૂનાગઢમાં કારમાં રાખેલા ચાર લાખ રૂપિયા થી વધુ રકમની ચોરી થઈ

 

 જૂનાગઢમાં એક જ દિવસમાં ચોરીના બે બનાવ સામે આવ્યાં છે. જેમાં ઝાંઝરડા રોડ પર બે ગાડીઓના કાચ તોડી તસ્કરો ચાર લાખથી વધુની રકમની ચોરી કરી ફરાર થયા હતા. જે મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

       જૂનાગઢમાં સમી સાંજે ઝાંઝરડા રોડ પર ગરનાળા નજીક પાર્ક કરેલી કારના કાચ તોડી અજાણ્યા ઈસમ બે લાખ રૂપિયા ની ચોરી કરી ફરાર થયા હતાં જે મામલે ફરિયાદી શ્રી મનીષભાઈ એ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ઝાંઝરડા રોડ ગરનાળા નજીક પોતાના મિત્રની ઓફિસે મળવા ગયા હતા. તે સમયે સાડા સાત વાગ્યા આસપાસ તેની કારના કાચ તૂટેલા હતા અને કારમાં રાખેલા બે લાખ રૂપિયા ચોરી થઈ ગયા હતા. જેને લઈ ફરિયાદી મનીષભાઈએ બી- ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ બી- ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

      

 

વાડલા ફાટક નજીક ફરિયાદી ભાવેશભાઈ નાનાલાલ છત્રાળા એ પોતાની કાર તેના કારખાના બહાર પાર્ક કરેલ હતી. તે સમયે કોઈ અજાણ્યા માણસ આવી તેની કારનો કાચ તોડી આગળની સીટમાં રાખેલા સવા બે લાખ રૂપિયાનો થેલો લઈ ફરાર થયા હતા.

જે મામલે ફરિયાદી ભાવેશભાઈ છત્રાળાએ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે.

 

 

અહેવાલ :નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)