જૂનાગઢમાં ગિરનારી ગ્રુપ દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે ઝુપડપટ્ટી વિસ્તારમાં મીઠાઈ, ફરસાણનું વિતરણ કરાયું.

જૂનાગઢ

ગિરનારી ગ્રુપ, જૂનાગઢના સમીર દતાણી તથા સંજય બુહેચાની યાદીમાં જણાવવામાં આવેલ છે કે, જૂનાગઢ તથા ગ્રામ્ય વિસ્તારની ઝુપડપટ્ટી વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને ગિરનારી ગ્રુપ દ્વારા મીઠાઈ, ફરસાણ નું વિતરણ કરી ઝુપડપટ્ટી વિસ્તારના નાના નાના બાળકો સાથે જ શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ના ભાગરૂપે મટકી ફોડ નો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. અને નાના નાના બાળકોને ભોજન પ્રસાદ રૂપે પૌવા બટેટાનો ભોજન પ્રસાદ કરાવવામાં આવેલ હતો. આ પ્રસંગે જૂનાગઢની અગત્સ્ય હોસ્પિટલના ડૉ. ઉદય જલુ, ડૉ. ધવલ ગોહેલ, ડૉ.વ્યોમ મોરી, ડૉ. હમીર રાજતીયા સહિતના ડોક્ટરશ્રીઓએ ગિરનારી ગ્રુપની કામગીરીને બિરદાવી હતી.

આ કામગીરીને સફળ બનાવવા માટે ગિરનારી ગ્રુપ ના સભ્યશ્રીઓ શ્રી સમીરભાઈ દતાણી, સંજયભાઈ બુહેચા, દિનેશભાઈ રામાણી, સમીરભાઈ દવે, સમીરભાઈ ઉનડકટ, બીપીનભાઈ ઠકરાર, કશ્યપભાઈ દવે, અક્ષિતભાઈ કુબાવત, યાત્રિકભાઈ ભટ્ટ, ભરતભાઈ ભાટિયા, સુધીરભાઈ રાજા, સુભાષભાઈ વાડલીયા, હરિભાઈ કારીયા, દેવાભાઈ માલમ, સુરેશભાઈ વાઢીયા, શુભભાઈ વાઢીયા, વેદુભાઈ બારૈયા, મનભાઈ વાઢીયા, યોગેશભાઈ ખૂંટ, પરેશભાઈ સાવલિયા, કિશોરભાઈ પટોળીયા, વિશાલભાઈ અભાણી, કલ્પેશભાઈ રૂપાપરા, ગીતાબેન રૂપાપરા, મનીષભાઈ રાજા સહિતના લોકોએ પોતાની સેવાઓ આપેલ હતી.

વિશેષમાં જણાવેલ હતું કે જન્માષ્ટમીના દિવસે જૂનાગઢમાં શ્રી હરિઓમ ગ્રુપ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવનાર છે. જેમાં પણ ગિરનારી ગૃપ પોતાનો સુશોભિત થયેલા ફ્લોટ રજૂ કરશે. જેનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)