જૂનાગઢમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “વિશ્વ ધ્યાન દિવસ” અન્વયે ધ્યાન યોગ શિબિરનું આયોજન

જૂનાગઢ આપણા દેશના વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં તા.૨૧મી જુનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. તેમ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૨૧મી ડિસેમ્બરને “વિશ્વ ધ્યાન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. પ્રવર્તમાન સમયમાં તણાવ, અનિશ્ચિતતા અને સ્પર્ધાએ વર્ચસ્વ જમાવ્યું છે ત્યારે ભારતીય યોગ અને ધ્યાન એ માનવજાત માટે આશાનું એક કિરણ છે તેમ કહીએ તો ખોટું નથી. જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારાતા.૨૧ ડિસેમ્બર,૨૦૨૪ શનિવારે સાંજે ૪.૦૦ થી સાંજે ૬.૦૦ કલાકે સ્વામીનારાયણ અક્ષર મંદિર, પ્રમુખસ્વામી હોલ જૂનાગઢ ખાતે ધ્યાન યોગ શિબિર યોજાશે. આ કાર્યક્રમમાં વધુમાં વધુ નાગરિકોને જોડાવવા ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગસેવક શિશપાલજી દ્વારા એક અખબારી યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)