જૂનગાઢ મહાનગરપાલિકા વિસ્તારમાં વાહન ચાલકો અને જાહેર જનતાની સલામતી જળવાઈ રહે તથા ટ્રાફિક નિયમન થઈ શકે તેમજ લોકોના જાન સ્વાસ્થ્ય તથા સલામતી જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ એક જાહેરનામુ બહાર પાડ્યુ છે. જાહેરનામા મુજબ જૂનાગઢ મહાનગરપાલિકાના વિસ્તારો માં જાહેર માર્ગો, ફૂટપાથ તથા જાહેર સ્થળો ખાતે કોઈ પણ વ્યક્તિએ ઘાસચારાનું વેચાણ કરવું નહીં કે જાહેરમાં ઘાસચારો નાખવો નહીં
જૂનાગઢ મહાનગરપાલિકાના વિસ્તારમાં માલિકીના ઢોરને જાહેરમાં તેમજ રસ્તાઓ ઉપર છોડી મૂકવા નહીં કે રખડતા ભટકતા રહે તે રીતે રાખવા નહીં. આમ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામુ બહાર પાડી જૂનાગઢ મહાનગરપાલિકાના વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર ઘાસચારો નાખવા તથા વેચવા પર પ્રતિબંધ ફરમાવા તથા માલિકીના ઢોરને જાહેર રસ્તા ઉપર છોડી મૂકવા કે રખડતા ભટકતા રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામુ તા.૨૧/૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. ઉપરાંત આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિત,૨૦૨૩ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧માં જણાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)