📌 જૂનાગઢ:
ધોરણ 10ની બોર્ડ પરીક્ષા આરંભ થતા, જેસીઆઈ, જૂનાગઢ દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ, જ્ઞાનબાગ ખાતે વિદ્યાર્થીઓ માટે વિશેષ પ્રોત્સાહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
🔹 “વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા અને આશીર્વાદ”
✔️ ગુરુકુલના સંચાલક પૂજ્ય પ્રીતમદાસજી સ્વામીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને આશીર્વાદ આપ્યા.
✔️ જેસીઆઈ, જૂનાગઢ દ્વારા 360 વિદ્યાર્થીઓને ગુલાબના ફૂલ અને ચોકલેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
✔️ ગુરુકુલ તરફથી મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું.
🔹 “વિશેષ મહેમાનોની ઉપસ્થિતિ”
🎤 પ્રેસિડેન્ટ જેસી ડો. મોહિત જોશી, ડાયરેક્ટર જેસી કિશોરભાઈ ચોટલીયા, અને જેસી અભિષેક શિશાંગીયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.
🎤 શિક્ષણ નિરીક્ષક કુ. જલ્પાબેન ક્યાડા અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના પ્રતિનિધિએ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું.
🔹 “સફળ આયોજન”
🛠️ જ્ઞાનબાગ ગુરુકુલના કેમ્પસ ડાયરેક્ટર આશિષભાઈ કાચા દ્વારા સમગ્ર કાર્યક્રમની સુંદર વ્યવસ્થા કરવામાં આવી.
📰 (અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ)