જૂનાગઢ, તા. ૧૬ મે:
જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપના સહયોગથી ૧૫ મે, ગુરુવારે સાંજે છથી નવ વાગ્યા સુધી ઝાંઝરડા ચોકડી પાસે આવેલ દ્વારિકા પ્લાઝા બે, બીજા માળ પર સ્થિત ન્યુ લાઈફ કેર હોસ્પિટલના ચોથા વર્ષમાં પ્રવેશને ઉજવવા મહા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ડૉ. કે. પી. ગઢવીની યાદીમાં જણાવાયું છે.
આ કેમ્પનું દીપ પ્રાગટ્ય વોકિંગ ક્લબના મેમ્બર ડૉ. હેમેન્દ્ર સોલંકી, ડૉ.કે.કે. બાખલકીયા, ડૉ. રક્ષિત પીપળીયા, ડૉ. મહેશ વારા, અજયભાઈ ગાડી, જુગલબાઈ ચોકસી, ભાવેશભાઈ મણીયાર, સફીભાઈ દલાલ, વિજયભાઈ ભુવા, કલ્પેશભાઈ હિંડોચા, દિનેશભાઈ કપુપરા અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જુનાગઢ શહેરના પ્રતિષ્ઠિત ડૉક્ટરો ડૉ. પિયુષ બોરખતરીયા, ડૉ. વિશાલ વસાણી, ડૉ. ડાયના અજુડીયા, ડૉ. કરંગીયા, મનસુખભાઈ વાજા, તેમજ વકીલગણ, પોલીસ કર્મચારીઓ, શિક્ષકમંડળ, વેપારીઓ, બિલ્ડરો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને સ્નેહી-શુભેચ્છકોની વિશાળ સંખ્યા હાજર રહી. તમામે ઉત્સાહભેર રક્તદાન કર્યું.
આ મહા રક્તદાન કેમ્પમાં કુલ ૧૦૧ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જેનું વિતરણ જૂનાગઢના જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની બ્લડ બેંક અને પ્રાઇવેટ બ્લડ બેંકમાં કરવામાં આવ્યું છે. આ રક્ત થેલેસેમિયા, કેન્સર, એનેમિયા અને સગર્ભા મહિલાઓ સહિત જરૂરી દર્દીઓને આપવામાં આવશે.
આ કેમ્પ સફળ બનાવવા માટે ડૉ. અંજલી જોષી, કૃણાલભાઈ, પુષ્પાબેન, બીનલબેન, મયુરભાઈ, તુષારભાઈ, ગિરનારી ગ્રુપના સમીરભાઈ દતાણી, સંજયભાઈ બુહેચા, સમીરભાઈ દવે, સુધીરભાઈ અઢિયા, મોહનભાઈ ચુડાસમા અને અન્ય સમર્થકો દ્વારા પણ મહેનત અને સંકલ્પિત યોગદાન આપવામાં આવ્યું હતું.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ