જૂનાગઢ
આજે ડો.સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ, જૂનાગઢ ખાતે શિક્ષક દિનની ઉજવણી દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, ત્યારબાદ સંસ્થાના શિલ્પી કેળવણીકાર શ્રી પેથલજીભાઈ ચાવડાનું જીવન કાર્ય વર્ણવતું સ્મરાંણજલિ ગાન કરવામાં આવ્યું હતું.
આ સવિશેષ પ્રસંગે આચાર્યશ્રી બલરામ ચાવડાએ વિધાર્થીઓને જીવનલક્ષી વાતો કરી આ દિવસ ની મહતા અને ફરજો સમજાવી હતી.
શિક્ષણમંત્રીશ્રી ઋષિકેશ પટેલ ના સંદેશો વાંચતા જણાવ્યું હતું કે ‘આ પાવન દિવસે સર્વપલ્લી રાધાકૃષ્ણનજીને પ્રણામ કરીને હું તમારામાં રહેલા ગુરુતત્ત્વને વંદન કરું છું. કોઈ પણ દેશનું ભાવિ તેના ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા પર આધારિત હોય છે. ઉચ્ચ શિક્ષણ દ્વારા જ કૌશલ્યવાન, શિસ્તબદ્ધ અને રાષ્ટ્રભક્ત ભાવિ પેઢીનું નિર્માણ થાય છે. આ વૃષ્ટિ એ આપ સૌ ભારતના ઉજ્જવળ ભવિષ્યને ઘડવાનું કામ કરી રહ્યા છો, આચાર્ય ચાણક્ય, શ્રી અરવિંદ અને દર્શક કુળના આપ સૌ અધ્યાપકોએ સમાજમાં જ્ઞાનનાં અજવાળાં પાથરી, વ્યક્તિ ઘડતરનું ઉત્તમ કાર્ય કર્યું છે. દુનિયામાં એક માત્ર શિક્ષક જ છે જે કોઈ વ્યક્તિના જીવન માં મહત્ત્વપૂર્ણ બદલાવ લાવી શકે છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીની દીર્ઘવૃષ્ટિ થી આપણને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ની ભેટ મળી છે.’
આ દિવસે ૪૦ વિધાર્થીનીઓએ શિક્ષક બની આ પ્રસંગની ઉજવણી સાર્થક કરી હતી. આજના દિવસે સંસ્થાએ વિધાર્થીઓને સ્ટેજ પૂરું પાડવામાં આવતા તમામ વિધાર્થીઓ મન મૂકીને વરસ્યા હતા તો કોઈએ ગીત ગાયા તો કોઈકે પોતાના અનુભવો નિખાલસ હદયથી વર્ણવ્યા હતા. મોટાભાગની વિધાર્થીનીએ પોતાના જીવન ઘડતર માતા જેવી જ ભૂમિકા શિક્ષકની હોવાનું જણાવ્યું હતું. કોલેજના અધ્યાપકશ્રી કૌશિકભાઈ પંડયા અને પ્રદ્યુમ્નભાઈ ખાચરે ગુરૂ શિષ્યના સબંધો વિશે વાતો કરી તમામ વિદ્યાર્થીનીઓને આજના દિવસે કોઈને કોઈ પ્રવૃત્તિ સાથે જોડી ખરા અર્થમાં પ્રસંગ ઉજવ્યો હતો.આ દિવસની ઉજવણીમાં કોલેજના તમામ સેમેસ્ટરના વિધાર્થીઓ જોડાયા હતા અને આજના દિન મહિમાને દિલમાં ઉતારવાનો સમજવાનો પ્રયત્ન કર્યો હતો.
આજના દિવસની ઉજવણીમાં બુલચંદાણી આયુષીએ પ્રિન્સિપાલ ની ફરજ બજાવી હતી, આ ઉપરાંત નિવેદિતા ગણાત્રા, દુર્વા એચ.મહેતા તથા જહાનવી મેઘનાથી તથા અન્ય બહેનોએ શિક્ષકનો રોલ બખૂબી ભજવ્યો હતો.આજના શિક્ષક દિવસના તમામ કાર્યક્રમનું સંચાલન પ્રા.હીરાબહેન રાજવાણીએ કરેલ કાર્યક્રમનું આભારદર્શન પ્રા.નયનાબહેન ગજ્જરએ કરેલ. આ વિશેષ કાર્યક્રમ યોજવા બદલ સંસ્થાના ટ્રસ્ટીશ્રી જવાહરભાઈ ચાવડાએ સહુને અભિનંદન પાઠવ્યા હતા.
અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)