ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સ્પેશ્યલ ખેલમહાકુંભ ૩.૦નું આયોજન હાથ ધરાયેલ છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભ ૩.૦માં વિવિધ કેટેગરીના ખેલાડીઓ માટે વિવિધ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે.
સ્પેશીયલ ખેલ મહાકુંભ ૩.૦ ગુજરાતમાં દિવ્યાંગ (HI) વ્યક્તિઓ સામેલ કરીને તેનામાં રહેલી ખેલમહાકુંભ પ્રત્યેની અભિરુચિને પ્રદર્શિત કરવા માટે ઉમદા અવસર પૂરો પાડ્યો છે. દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલ મહાકુંભમાં પાંચ કેટેગરી મુજબ માનસિક ક્ષતિગ્રસ્ત (MR), શારીરિક ક્ષતિગ્રસ્ત (OH), અંઘજન (Blind), શ્રવણ મંદ ક્ષતિવાળા (Deaf) અને સેરેબ્રલ પાલ્સી (CP) ધરાવતા અને ૪૫ વર્ષ સુધીના ખેલાડીઓ સંસ્થા અને તાલુકામાંથી મહત્તમ ભાગ લે તે હેતુથી સ્પર્ધાનું ઓફલાઇન રજિસ્ટ્રેશન જે તે શાળા/સંસ્થા અથવા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જૂનાગઢ ખાતે થઈ શકશે.
આ અંગે વધુ વિગતો અને માર્ગદર્શન માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-જુનાગઢૂનો સંપર્ક ૭૮૫૯૯૪૬૯૮૪ કરવો. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જૂનાગઢ દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)